ભાઇ-બહેનનો પ્રેમ/ રાખી પર ભાઈને બહેનની અનોખી ભેટ, કીડનીનું દાન કરીને બચાવ્યો જીવ

ભારતભરમાં પરિવારો ભાઈ અને બહેનના તહેવાર રક્ષાબંધનની તૈયારીમાં વ્યસ્ત છે ત્યારે એક બહેને કિડનીનું દાન કરીને પોતાના ભાઈને નવું જીવન આપ્યું છે

Top Stories India
4 1 3 રાખી પર ભાઈને બહેનની અનોખી ભેટ, કીડનીનું દાન કરીને બચાવ્યો જીવ

ભારતભરમાં પરિવારો ભાઈ અને બહેનના તહેવાર રક્ષાબંધનની તૈયારીમાં વ્યસ્ત છે ત્યારે એક બહેને કિડનીનું દાન કરીને પોતાના ભાઈને નવું જીવન આપ્યું છે.

ગુડગાંવમાં રહેતા 29 વર્ષીય પટકથા લેખક અમન બત્રા 2013થી કિડનીની બિમારીથી પીડિત હતા. હવે તેઓ નવ વર્ષ બાદ ડાયાલિસિસથી મુક્ત છે. તેમના માતા-પિતા કિડનીનું દાન કરવામાં અસમર્થ હતા, ત્યારબાદ તેંની બહેન ચંદ્રા ગ્રોવર (38)એ આ કાર્ય હાથમાં લીધું. ઉલ્લેખનીય છે કે તેંંમની બહેન તેના પતિ સાથે ન્યુઝીલેન્ડમાં રહે છે.

તેમના જન્મદિવસના 10 દિવસ પછી 11 જૂને તેમની સર્જરી થઈ હતી. તે જ મહિનામાં થોડા દિવસો પછી, તેમની બહેન તેમના ઘરે પાછી આવી. બત્રાને 22 જૂને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. બત્રાએ કહ્યું કે તેમના માતા-પિતાને હાઈ બ્લડ પ્રેશર છે. માતાને પણ ડાયાબિટીસ છે. મોટી બહેન મને ચાર-પાંચ વર્ષથી ફોલો કરતી હતી અને કહેતી હતી કે તે પોતાની કિડની આપી શકે છે, પણ અમને એવું લાગ્યું નહીં, કારણ કે બહેન હંમેશા સર્જરીથી ડરે છે.

તેમણે કહ્યું કે તે ખૂબ જ નાજુક છે. જ્યારે પણ તેને સોય લાગે તો તે પીડાને કારણે એક અઠવાડિયા સુધી પોતાનો હાથ પકડી રાખે છે. પરંતુ તે મારા ખાતર ઓપરેશન માટે સંમત થઈ. બત્રાએ કહ્યું કે, 2010માં તેણે તેની બહેનના ચહેરાનું  તેમના કાંડા પર ટેટૂ કરાવ્યું હતું.

બ્યુટી સલૂન અને ઈમ્પોર્ટ બિઝનેસ કરનાર ગ્રોવરે કહ્યું કે આ વર્ષે તેનો રાખી તહેવાર ડિજિટલ હશે. ચંદા ગ્રોવરે કહ્યું કે તે તેના ભાઈને તેની કિડની લેવા માટે સમજાવવા માટે નવ વર્ષથી પ્રયાસ કરી રહી હતી પરંતુ તે આવું નહીં કરે તે માટે મક્કમ હતા.

ગ્રોવરે ઓકલેન્ડથી ન્યૂઝ એજન્સીને ફોન પર કહ્યું, “આ વર્ષે ફેબ્રુઆરીમાં, મેં કોઈક રીતે મારા ભાઈને સમજાવ્યા કે આપણી પાસે અન્ય કોઇ રસ્તો નથી. કારણ કે જો તે આટલી મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે તો હું ક્યારેય ખુશ નહીં રહી શકું. આખરે તે સંમત થયો. હું માર્ચમાં ભારત આવી, ટેસ્ટ કરાવ્યો અને મે મહિનામાં ફરી પરત આવી જેથી અમે સર્જરી કરાવી શકીએ.

બત્રાએ કહ્યું કે, હું મારી બહેનની સાવ વિરુદ્ધ છું. 2010માં મારી એપેન્ડિક્સની સર્જરી થઈ હતી. છેલ્લા નવ વર્ષમાં હું દર અઠવાડિયે બે વાર ડાયાલિસિસ કરાવતો હતો. બે વાર કોવિડ અને એક વાર ડેન્ગ્યુની ઝપેટમાં પણ આવી ચુક્યો છું.