વડા પ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દેશોની યાત્રાના પ્રથમ તબક્કે ગુરુવારે ફ્રાન્સ પહોંચ્યા હતા. આ સમય દરમિયાન તે દ્વિપક્ષીય રાજદ્વારી ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે સમિટ કરશે. અહીંના એરપોર્ટ પર પહોંચતા જ વડા પ્રધાન મોદીનું યુરોપ અને વિદેશી બાબતોના પ્રધાન જીન યવેસ લે ડ્રીઆન દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ફ્રાન્સ પહોંચતાંની સાથે જ પીએમ મોદી અને ફ્રાન્સનાં રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન વચ્ચે બેઠક થઈ.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે, હેલો પેરિસ! ફ્રાન્સના વિદેશ પ્રધાન જીન યવેસ લે ડ્રીઆન દ્વારા PM મોદીનું તેમની મુલાકાતના પ્રથમ તબક્કે પેરિસ પહોંચ્યા ત્યારે હાર્દિક સ્વાગત કર્યું હતું. PM મજબૂત અને વ્યાપક રાજદ્વારી ભાગીદારી વિકસાવવા ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને વડા પ્રધાન એડવર્ડ ફિલિપને મળશે.

PM મોદી આ બે દિવસીય મુલાકાત દરમિયાન તેમના ફ્રેન્ચ સમકક્ષ એડવર્ડ ફિલિપને પણ મળશે અને અહીંનાં ભારતીય સમુદાય સાથે પણ વાતચીત કરશે. તે 1950 અને 1960 ના દાયકામાં એર ઇન્ડિયાના બે વિમાન ક્રેશ થયેલા પીડિતોની યાદમાં ફ્રાન્સમાં બનાવવામાં આવેલા સ્મારક સ્થળનું ઉદઘાટન કરશે.

PM મોદીએ એરપોર્ટ પરથી નિકળતા પહેલા પોતાના નિવેદનમાં કહ્યું હતું કે ફ્રાન્સ ભારતનું મજબૂત વ્યૂહાત્મક ભાગીદાર છે અને બંને દેશો તેના ઉંડાણને સમજે છે અને શેર કરે છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેમની મુલાકાત બંને દેશો વચ્ચે મિત્રતા, પરસ્પર સમૃદ્ધિ, શાંતિ અને પ્રગતિને મજબૂત બનાવશે.

ફ્રાન્સથી મોદી શુક્રવારે સંયુક્ત આરબ અમીરાતની યાત્રા કરશે જ્યાં તેમને સંયુક્ત આરબ સરકારનો સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ઓર્ડર ઝેફ ઝાયદ’ પ્રાપ્ત થશે. તેઓ અબુધાબીના શેહજાદે શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહ્યાન સાથે વાતચીત કરશે અને વિદેશમાં કેશલેસ ટ્રાન્ઝેક્શનને વિસ્તૃત કરવા રૂપાકાર્ડની ઓપચારિક શરૂઆત કરશે.

ત્યારબાદ PM મોદી બહરીન જશે. જ્યાં તેઓ બહરીનના રાજા શેખ હમાદ બિન ઇસા અલ ખલીફા સાથે વાત કરશે અને જી 7 સમિટમાં ભાગ લેવા રવિવારે ફ્રાન્સ પરત ફરતા પહેલા, અખાતી ક્ષેત્રના સૌથી પ્રાચીન મંદિર શ્રીનાથજીનાં પુનર્જીવનની ઓપચારિક શરૂઆતનાં સાક્ષી બનશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
