મિલ્કમેન તરીકે જાણીતા ડો. વર્ગીસ કુરીયનનો 26 નવેમ્બરે જન્મ દિવસ છે. આ દિવસને નેશનલ મિલ્ક ડે તરીકે ઉજવવામાં આવે છે. તેમના જન્મ દિવસ પહેલા ગુજરાતમાં બાઈક રેલી સહીત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
જે અંતર્ગત અમરેલીમાં યોજાયેલા કાર્યક્રમમાં cએ વિવાદિત નિવેદન આપ્યું છે. સંઘાણીએ ડો. કુરિયન પર આક્ષેપ કરતા કહ્યું કે, દેશના અંગ્રેજી અખબારોએ કુરિયનને હીરો બનાવ્યા હતા. કુરિયન ગરીબ ખેડૂતોના અમુલમાં જમા થયેલા પૈસા ક્રિશ્ચિયન મિશનરીઓ આપતા હતા. તેઓ ધર્મપરિવર્તનનું કામ કરી રહયા હતા, અને આખા દેશમાંથી તેમને સમર્થન મળ્યું હતું.
બાઈક રેલી દરમિયાન સંઘાણીએ જણાવ્યું કે, લોકોને ઇતિહાસની જાણ થાય એટલા માટે હું આ વાત કહી રહ્યો છું. અમુલના સ્થાપક સરદાર પટેલ અને ત્રિભોવન પટેલ ભુલાઈ ચુક્યા છે.
