Not Set/ દહેગામમાં કોરોનાની દહેશતભરી એન્ટ્રી, મહિલાનું કોરોનાથી મૃત્યુ થતા ફફડાટ

કોરોનાનો કહેર તો હજુ પણ વરસી જ રહ્યો છે. ગુજરાતમાં એક તરફ ડિસચાર્જ રેટ વધી રહ્યો છે તો સાથે સાથે નવા પોઝિટિવ કેસ અને કોરોનાનાં કારણે મોતનો આંકડો પણ વધી રહ્યો છે. સાથે સાથે ફેલાવો જોવામાં આવે તો ફેલાવો પણ અનેક નવા વિસ્તારોમાં વધી રહ્યો છે. અને આજે ફરી એક ગામમાં કોરોનાએ કરુણ એન્ટ્રી મારી […]

Gujarat Others

કોરોનાનો કહેર તો હજુ પણ વરસી જ રહ્યો છે. ગુજરાતમાં એક તરફ ડિસચાર્જ રેટ વધી રહ્યો છે તો સાથે સાથે નવા પોઝિટિવ કેસ અને કોરોનાનાં કારણે મોતનો આંકડો પણ વધી રહ્યો છે. સાથે સાથે ફેલાવો જોવામાં આવે તો ફેલાવો પણ અનેક નવા વિસ્તારોમાં વધી રહ્યો છે. અને આજે ફરી એક ગામમાં કોરોનાએ કરુણ એન્ટ્રી મારી છે. 

જી હા, દહેગામ શહેરમાં કોરોનાની દહેશતભરી એન્ટ્રી થઇ ગઇ છે. દહેગામ શહેરમાં આજે પ્રથમ કોરોના કેસ નોંધાયો છે. પ્રથમ કોરોનાગ્રસ્ત દર્દીનું આજે જ મૃત્યુ પણ નિપજ્યું છે. 55 વર્ષની મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો હતો અને સારવાર દરમિયાન જ દીપીકા ત્રિવેદી નામની મહિલાનું કોરોનાથી મૃત્યુ નિપજ્યું છે. ગામમાં એન્ટ્રી સાથે મોત નિપજતા કોરોના ભય લોકોમાં વિશેષ જોવામાં આવી રહ્યો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….