Vadodra News: વડોદરાના અનગઢ ગામમાં રામજી મંદિર નજીક આવેલા બેંક ઓફ બરોડાના Bank of Baroda ATMમાં મોડી રાત્રે બે શખ્સોએ ઘૂસીને રોકડ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીઓએ લોખંડના ભારે હથોડાથી ATM મશીન તોડવાનું (ATM Theft Attempt) શરૂ કર્યું હતું, પરંતુ મશીનનું સિક્યોરિટી સાયરન વાગતા તેઓ ગભરાઈ ગયા અને કોઈ રકમ હાથ લાગ્યા વગર ઓટોરિક્ષામાં બેસીને સ્થળ પરથી ફરાર થઈ ગયા. સમગ્ર ઘટના ATMમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી.
ATM Theft Attempt: CCTV અને ટેકનિકલ સર્વેલન્સથી આરોપીઓ સુધી પહોંચી પોલીસ
ઘટના બાદ નંદેસરી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે (Crime Branch Vadodara) તપાસ હાથ ધરી હતી. CCTV ફૂટેજ, હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસને બંને શંકાસ્પદોની ઓળખ મળી હતી. ત્યારબાદ પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે રાત્રી બજાર વિસ્તારમાં દરોડો પાડી બંને આરોપીઓને ઝડપી લીધા.
હથોડો, ઓટોરિક્ષા અને મોબાઇલ જપ્ત
પકડાયેલા આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલ લોખંડનો હથોડો, ઓટોરિક્ષા અને એક મોબાઇલ ફોન મળી આવ્યો હતો. પૂછપરછ દરમિયાન બંનેએ અનગઢ ગામના ATMમાં તોડફોડ કરીને રૂપિયા ચોરી કરવાનો પ્રયાસ કર્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે કુલ રૂ. 3.05 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરીને આરોપીઓને આગળની કાર્યવાહી માટે નંદેસરી પોલીસને સોંપ્યા છે.
આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સુરેશ પઢીયાર અગાઉ દારૂ સંબંધિત ગુનાઓમાં ઝડપાઈ ચૂક્યો છે, જ્યારે સંજય પઢીયાર સામે વાહન ચોરી, જુગાર અને દારૂ સંબંધિત અનેક ગુનાઓ નોંધાયેલા છે. પોલીસે હવે બંનેના અન્ય ગુનાહિત કૃત્યો અંગે પણ વધુ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: વિદ્યાનગરમાં ATM ફ્રોડ! બે ગઠિયાઓએ અનોખી રીતે કરી ચોરી
આ પણ વાંચો: તાપીમાં ફરી એકવાર ATM તોડીને ચોરીનો નિષ્ફળ પ્રયાસ
આ પણ વાંચો: સુરતમાં ATMમાં ચોરી કરવાનો પ્રયાસ કરનાર બે આરોપીઓ ઝડપાયા, ઘટના સીસીટીવી કેમેરામાં કેદ
