જમ્મુ કાશ્મીર/ પુલવામામાં સુરક્ષા દળોએ આતંકીઓને ઘેર્યા, વિસ્તાર કરાયો સીલ

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું છે. અહીં આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા છે, જેના કારણે સુરક્ષા દળો દ્વારા ઓપરેશન ચાલી રહ્યું છે.

Top Stories India

જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં શનિવારે (11 નવેમ્બર) આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. પુલવામાના પરિગામ વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે આ અથડામણ હજુ પણ ચાલુ છે. આતંકવાદી ગતિવિધિની જાણ થયા બાદ સુરક્ષા દળોએ પરિગામ વિસ્તારમાં મોટા પાયે ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, પરિગામ વિસ્તારમાં ચાલી રહેલા સર્ચ ઓપરેશન દરમિયાન એન્કાઉન્ટર શરૂ થયું હતું. તે વિસ્તારમાં 1 થી 2 આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા છે. હાલમાં ત્યાં સુરક્ષા દળોનું ઓપરેશન ચાલી રહ્યું છે.

બે દિવસ પહેલા શોપિયાંમાં એન્કાઉન્ટર થયું હતું

તાજેતરમાં જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર કર્યો હતો. સુરક્ષા દળો પાસેથી હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે. જમ્મુ કાશ્મીર પોલીસ ઝોને ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી. આતંકવાદી ગતિવિધિ અંગે ઈનપુટ મળ્યા બાદ સેના અને પોલીસના જવાનોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

વિસ્તારમાં જવાનોની હિલચાલ જોઈને આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. સુરક્ષા દળોની જવાબી કાર્યવાહીમાં માર્યો ગયેલો આતંકવાદી TRAS સંગઠન સાથે સંકળાયેલો હતો.

કુલગામમાં 2 આતંકવાદીઓ માર્યા ગયા

ગયા મહિને 4 ઓક્ટોબરે જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં આતંકવાદીઓએ સામાન્ય લોકોને નિશાન બનાવ્યા હતા. જે બાદ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. જિલ્લામાં આતંકવાદીઓની માહિતી મળતાની સાથે જ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ત્યાં છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. જે બાદ સુરક્ષાદળોની જવાબી કાર્યવાહીમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. બંને આતંકીઓ હિઝબુલ મુજાહિદ્દીનના હતા.



આ પણ વાંચો : Gujarat Govt/ ગુજરાત સરકારે જેલખાતાના કર્મચારીઓની સુધારી દિવાળી, ભથ્થામાં કર્યો વધારો

આ પણ વાંચો : Iceland Earthquake/ આઇસલેન્ડમાં 14 કલાકમાં 800 ભૂકંપ આવ્યા, રાજ્ય કટોકટી લાદવામાં આવી

આ પણ વાંચો : Viral Video/ પાકિસ્તાની ડ્રાઈવર PM મોદીનો મોટો પ્રશંસક ‘શાનદાર રીતે કરી રહ્યા છે કામ, વિદેશમાં વસતા ભારતીયોના હિતોનું પણ રાખે છે ધ્યાન’