Viral Video/ પાકિસ્તાની ડ્રાઈવર PM મોદીનો મોટો પ્રશંસક ‘શાનદાર રીતે કરી રહ્યા છે કામ, વિદેશમાં વસતા ભારતીયોના હિતોનું પણ રાખે છે ધ્યાન’

પાકિસ્તાની ડ્રાઈવરે પીએમ મોદીની પ્રશંસા કરતા કહ્યું કે તે એવા વડાપ્રધાન છે જેઓ પોતાના માટે કંઈ ઇચ્છતા નથી. પરંતુ તમામનું ધ્યાન રાખવા અગ્રેસર રહે છે.

Top Stories World
YouTube Thumbnail 83 1 પાકિસ્તાની ડ્રાઈવર PM મોદીનો મોટો પ્રશંસક ‘શાનદાર રીતે કરી રહ્યા છે કામ, વિદેશમાં વસતા ભારતીયોના હિતોનું પણ રાખે છે ધ્યાન’

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા દુશ્મનો પણ કરી રહી રહ્યા છે. પાકિસ્તાનના એક ડ્રાઈવરનો પીએમ મોદીના વખાણ કર્યાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે. પાકિસ્તાની ડ્રાઈવરનુ નામ તનવીર છે અને તે વીડિયોમાં પીએમની પ્રશંસા કરતા કહે છે કે તેઓ શાનદાર રીતે કામ કરી રહ્યા છે. પોતાના દેશની પ્રગતિને લઈને ઉમદા કાર્યો કર્યા છે. સાથે તેઓ વિદેશમાં રહેતા ભારતીયોના હિતોનું પણ ધ્યાન રાખી રહ્યા છે. ડ્રાઈવરે ભારતીયોને મોદી માટે પ્રાર્થના કરવા અપીલ કરી.

ભારતમાં જ્યાં કેટલાક લોકો પીએમ મોદીના કાર્યોને લઈને તેમની ટિકા આલોચના કરે છે ત્યારે દુશ્મન દેશના નાગરિકો તેમના વખાણ કરે તે ખરેખર પીએમ મોદીની સિદ્ધિ કહી શકાય. હાલમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયા છે જેને ટૂંક સમયમાં જ બહુ બધી લાઈક્સ મળી ચૂકી છે. આ વીડિયો પાકિસ્તાનના નાગરિકનો છે જે દુબઈમાં ડ્રાઈવર તરીકે કામ કરે છે. આ વીડિયોમાં દેખાય છે કે ડ્રાઈવરની બાજુમાં બેસેલ વ્યક્તિ જ્યારે નરેન્દ્રમોદી વિશે તનવીરને પ્રશ્ન પૂછે છે ત્યારે તે પીએમની પ્રશંસા ગાથા ગાય છે. તનવીર નામનો ડ્રાઈવર પીએ મોદી વિશે કહે છે કે તેઓ કોઈપણ લોભ કે લાલચ વગર લોકોની સેવામાં લાગેલા છે. પીએમ મોદી એક નમ્ર માણસ છે.

 

ડ્રાઈવર તનવીર વીડિયોમાં કહી રહ્યો છે કે પાકિસ્તાનની હાલત વધુ ખરાબ છે. સામાન્ય જીવનઉપયોગી વસ્તુઓના ભાવ બેફામ વધ્યા છે. જ્યારે ભારતમાં તમામ રીતે સ્થિતિ વધુ સારી છે, કેમકે ભારતને એક  દયાળુ માણસ મળ્યો છે, તેમના પરીવારમાં ફક્ત એક માતા હતી જે હવે નથી. પીએમ મોદી પોતાના દેશને જ પોતાનો પરિવાર માને છે. જી-20 સમિટનું આયોજન કરીને તેમણે સાબિત કર્યું છે કે તેઓ દેશની સાથે અન્ય દેશોના વિકાસમાં પણ સહયોગી બની રહ્યા છે. આ વીડિયોમાં તનવીર કહે છે કે મોદી વિશે આ પ્રકારની વાતો કરવાના કારણે લોકો તેમને મોદી ભક્ત કહે છે, તો કોઈ લડવા માંગે છે. પરંતુ મોદી અંગ્રેજોની જેમ 100 વર્ષ આગળનું વિચારી કાર્ય કરે છે. તેમની આ જ વિશેષતા મને વધુ પસંદ હોવાથી હું તેમનો મોટો પ્રશંસક છું.


whatsapp ad White Font big size 2 4 પાકિસ્તાની ડ્રાઈવર PM મોદીનો મોટો પ્રશંસક ‘શાનદાર રીતે કરી રહ્યા છે કામ, વિદેશમાં વસતા ભારતીયોના હિતોનું પણ રાખે છે ધ્યાન’


આ પણ વાંચો : Eric Adams/ ન્યૂયોર્કના મેયર એરિક એડમ્સ સામે રાજકીય ભંડોળ ઊભું કરવાના કેસમાં FBIની કાર્યવાહી

આ પણ વાંચો : Direct Tax Collection/ સરકારની પ્રત્યક્ષ કર વેરાની આવક બજેટ લક્ષ્યના 58 ટકાને વટાવી ગઈ

આ પણ વાંચો : Israel Hamas War/ ઇઝરાયેલ-હમાસ યુદ્ધના 35મા દિવસે, 401મી બ્રિગેડે 150 આતંકવાદીઓને ખતમ કર્યા