નવી દિલ્હીઃ નાણાંકીય વર્ષમાં અત્યાર સુધીમાં નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 22 ટકા વધીને રૂ. 10.60 લાખ કરોડ થયું છે, જે આખા વર્ષ માટેના બજેટ લક્ષ્યના 58 ટકાને વટાવી ગયું છે, એમ આવકવેરા વિભાગે શુક્રવારે જણાવ્યું હતું. નેટ કોર્પોરેટ ટેક્સ કલેક્શનમાં 12.48 ટકાનો વધારો થયો છે અને વ્યક્તિગત આવકવેરાનો સંગ્રહ 31.77 ટકા વધ્યો છે.
“2023-24ના નાણાકીય વર્ષ માટે ડાયરેક્ટ ટેક્સ કલેક્શનની ચોખ્ખી આવક રિફંડને બાદ કરતાં રૂ. 10.60 લાખ કરોડ છે, જે ગયા વર્ષના સમાન સમયગાળાની ચોખ્ખા કલેક્શન કરતાં 21.82 ટકા વધુ છે,” એમ આઇટી વિભાગે એક નિવેદનમાં જણાવ્યું હતું.
પહેલી એપ્રિલથી 9 નવેમ્બર, 2023 વચ્ચે કુલ રૂ. 1.77 લાખ કરોડના રિફંડ જારી કરવામાં આવ્યા છે. કુલ ધોરણે, પ્રત્યક્ષ કરમાંથી વસૂલાત, જેમાં કોર્પોરેટ અને પર્સનલ ઇન્કમ ટેક્સ (PIT)નો સમાવેશ થાય છે, તે 17.59 ટકા વધીને રૂ. 12.37 લાખ કરોડ થયો છે. કોર્પોરેટ આવકવેરા (CIT) માટે વૃદ્ધિ દર 7.13 ટકા છે, જ્યારે PIT માટે તે 28.29 ટકા છે. 2023-24ના બજેટમાં પ્રત્યક્ષ કર વસૂલાત રૂ. 18.23 લાખ કરોડથી થોડી વધુ થવાનો અંદાજ છે, જે ગયા નાણાકીય વર્ષના રૂ. 16.61 લાખ કરોડની સરખામણીમાં 9.75 ટકા વધુ છે.
ગ્રોસ ડાયરેક્ટ ટેક્સની વસૂલાત વર્તમાન નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં 17.5 ટકા વધીને રૂપિયા 12.37 લાખ કરોડ થઈ ગયું છે. જ્યારે રિફંડને ઘટાડ્યાં બાદ ચોખ્ખી ડાયરેક્ટ ટેક્સની વસૂલાત 21.8 ટકા વધી રૂપિયા 10.60 લાખ કરોડ થઈ છે. તે બજેટમાં નક્કી કરવામાં આવેલા લક્ષ્યાંકના 58 ટકાથી વધારે છે.
આવક વેરા વિભાગે શુક્રવારે કહ્યું કે કંપની પાસેથી થતી કરવેરાની આવક 12.48 ટકા વધી છે અને વ્યક્તિગત કરવેરાની આવક 31.77 ટકા વધી છે. વિભાગ તરફથી આપવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કર રિફંડ બાદ પ્રત્યક્ષ કરવેરાનું કલેક્શન રૂપિયા 10.60 લાખ કરોડ થયું છે. તે ગયા વર્ષની સમાન અવધિમાં એકત્રિત કરવેરાની તુલનામાં 21.82 ટકા વધારે છે.
પ્રત્યક્ષ કરવેરાની વસૂલાત 17.59 ટકા વધી રૂપિયા 12.37 લાખ કરોડ રહ્યુ છે.પ્રત્યક્ષ કરવેરામાં વ્યક્તિગત આવક અને કંપનીના કરનો સમાવેશ થાય છે. કંપની કરવેરાનો સંગ્રહ આ દરમિયાન 7.13 ટકા વધ્યો છે, જ્યારે વ્યક્તિગત આવક 28.29 ટકા વધી છે. નાણાકીય વર્ષ 2023-24ના બજેટમાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 18.23 લાખ કરોડ રહેવાનો અંદાજ છે. તે વર્ષ 2022-23ના રૂપિયા 16.61 કરોડની તુલનામાં 9.75 ટકા વધારે છે.
આ પણ વાંચોઃ Israel Hamas War/ ઇઝરાયેલ-હમાસ યુદ્ધના 35મા દિવસે, 401મી બ્રિગેડે 150 આતંકવાદીઓને ખતમ કર્યા
આ પણ વાંચોઃ Air Pollution/ દિલ્હી બાદ અમદાવાદના કેટલાક વિસ્તારો વાયુ પ્રદૂષણની ઝપેટમાં, AQI સ્તરમાં થયો વધારો
આ પણ વાંચોઃ EPFO/ સાત કરોડ પીએફ ધારકોને ઇપીએફઓની દિવાળીની ભેટ