Qatar/ દુનિયાભરના આતંકવાદી જૂથોને ફંડ પુરૂ પાડે છે ‘કતાર’, જાણો ભારતના સંબંધો કેવા છે?

ભારત અને કતાર વચ્ચેના સંબંધો ઘણા સારા છે. કતારની કુલ 25 લાખની વસ્તીમાં 6.5 લાખ ભારતીયો છે.

Top Stories World
YouTube Thumbnail 2023 10 27T102622.991 દુનિયાભરના આતંકવાદી જૂથોને ફંડ પુરૂ પાડે છે 'કતાર', જાણો ભારતના સંબંધો કેવા છે?

કતાર તેના આતંકવાદ સમર્થક વલણને લઈને વિશ્વભરમાં બદનામ છે. આ એક મુસ્લિમ દેશ છે જે ઇસ્લામના નામે વિશ્વના લગભગ તમામ આતંકી જૂથોને ભંડોળ પૂરું પાડે છે. અન્ય મુસ્લિમ દેશોથી વિપરીત, તે શિયા અથવા સુન્ની આતંકવાદી જૂથો વચ્ચે ભેદભાવ રાખતું નથી. કતાર પાસેથી ભંડોળ મેળવવા માટેની એકમાત્ર લાયકાત મુસ્લિમ હોવું અને આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ થવું છે.

કતારે ગુરુવારે જ આઠ ભારતીય નેવીના પૂર્વ અધિકારીઓ અને કર્મચારીઓને જાસૂસીના આરોપમાં મોતની સજા સંભળાવી હતી. કતારનો આરોપ છે કે અલજૈરા અલાલામી કન્સલ્ટન્સી એન્ડ સર્વિસીસના નામે કામ કરતા આ પૂર્વ નૌસેના અધિકારીઓએ ઈઝરાયલને કેટલીક સંવેદનશીલ માહિતી લીક કરી હતી.

કતાર કયા આતંકી સંગઠનોને ભંડોળ પૂરું પાડે છે?

નોંધનીય છે કે, ઈઝરાયલ અને કતાર કટ્ટર દુશ્મન છે, તેથી કતાર આતંકી સંગઠનો હમાસ અને હિઝબુલ્લાહનું સમર્થન કરે છે અને તેમને ભંડોળ પૂરું પાડે છે. એવું કહેવાય છે કે કતાર આખી દુનિયામાં આતંકી જૂથોને ભંડોળ પૂરું પાડતો સૌથી મોટો ફાયનાન્સર છે. કતાર દુનિયાભરના આતંકી જૂથોને નાણાંની વહેંચણી કરે છે. જેમાં હમાસ, હિઝબુલ્લાહ, અલ કાયદા, ઈસ્લામિક સ્ટેટ, મુસ્લિમ બ્રધરહુડ જેવા આતંકવાદી સંગઠનો સામેલ છે.

અહેવાલો અનુસાર, કતાર આતંકી જૂથોને ભંડોળ પૂરું પાડે છે જેથી કરીને તે પોતાને સમગ્ર વિશ્વમાં ઈસ્લામિક દેશોનો સૌથી મોટો માસ્ટર જાહેર કરી શકે. કતારની સાઉદી અરેબિયા સાથે જૂની દુશ્મની છે. સાઉદી અરેબિયા સમગ્ર વિશ્વમાં ઈસ્લામિક દેશોમાં સૌથી મજબૂત માનવામાં આવે છે અને કતાર આનાથી નારાજ છે.

દુનિયાનો કોઈ દેશ આતંકીઓના માસ્ટર કતારનો વિરોધ કેમ ન કરી શકે?

દુનિયાના અન્ય દેશો જાણે છે કે કતાર આતંકી જૂથોનો સમર્થક છે, તેમ છતાં કોઈ દેશ કતાર વિરુદ્ધ એક પણ શબ્દ બોલતો નથી. તેનું સૌથી મોટું કારણ કતારની ભૌગોલિક સ્થિતિ છે અને તેની જમીન નીચે અબજો અને ટ્રિલિયન રૂપિયાનો ગેસ દટાયેલો છે. કતાર કદમાં ખૂબ નાનો દેશ છે, પરંતુ તેની વિદેશી હૂંડિયામણ 64.56 બિલિયન ડોલરથી વધુ છે. કતાર પાસે વિશ્વનો સૌથી મોટો ગેસ ભંડાર છે. કતાર તેનો રાજકીય હથિયાર તરીકે પણ ઉપયોગ કરે છે.

કતારમાં અમેરિકાનું લશ્કરી મથક પણ છે, એટલે જ અમેરિકા ઈચ્છે તો પણ કતારનો વિરોધ કરી શકતું નથી. કહેવાય છે કે જો કોઈ દેશ કતારનો વિરોધ કરે છે તો પણ અમેરિકા તેની શક્તિથી તેને ચૂપ કરી દે છે.

ભારત અને કતાર વચ્ચેના સંબંધો કેવા છે?

ભારત અને કતાર વચ્ચેના સંબંધો ઘણા સારા છે. ભારત તેની જરૂરિયાતના 90 ટકા ગેસની આયાત કતારથી કરે છે. આ સિવાય કતારની કુલ 25 લાખની વસ્તીમાં 6.5 લાખ ભારતીયો છે. આ ભારતીયો કતારમાં કામ કરે છે અને મોટા પ્રમાણમાં વિદેશી હુંડિયામણ પોતાના દેશમાં મોકલે છે. આનાથી ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં વધારો થાય છે. કતારમાં ભારતની એમ્બેસી છે, જ્યારે કતારની દિલ્હીમાં એમ્બેસી અને મુંબઈમાં કોન્સ્યુલેટ છે. ભારત અને કતાર વચ્ચે રાજકીય સંબંધો 1973માં સ્થાપિત થયા હતા.


whatsapp ad White Font big size 2 4 દુનિયાભરના આતંકવાદી જૂથોને ફંડ પુરૂ પાડે છે 'કતાર', જાણો ભારતના સંબંધો કેવા છે?


આ પણ વાંચો: કાર્યવાહી/ મુંદ્રા બંદરે ડીઆરઆઇની કાર્યવાહીથી દાણચોરોમાં ફફડાટ

આ પણ વાંચો: Qatar/ કતારમાં ભારતના આઠ પૂર્વ નૌસૈનિકો ફાંસીના ફંદામાં!

આ પણ વાંચો: West Bengal/ EDએ પશ્ચિમ બંગાળના મંત્રી જ્યોતિપ્રિયા મલ્લિકની કરી ધરપકડ