Gujarat News : રાજય સરકારના વર્ગ-૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ આપવામાં આવી છે. જેમાં કર્મચારીઓને રૂા.૭૦૦૦/- ની મર્યાદામાં રાજય સરકાર દ્વારા બોનસ ચુકવવાનો નિર્ણય લેવાયો છે. જેને પગલે વર્ગ-૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મીઓને તેનો લાભ મળશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ-૪ના કર્મચારીઓ ઉત્સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ-૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.
રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ-૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.
આ પણ વાંચો: ભારે વરસાદના લીધે નુકસાની સહન કરનારા ખેડૂતને સહાય ચૂકવાશે
આ પણ વાંચો: ખેડૂતોને રાહતઃ કમોસમી વરસાદથી થયેલા નુકસાનનું વળતર ચૂકવવાનો પ્રારંભ
