Surendranagar News : દસાડા તાલુકામા આવેલા ઘુડખર અભ્યારણ દ્વારા વન વિભાગને એટલે કે ગુજરાત સરકારને લાખોની આવક પણ થતી હોય છે આ વિસ્તારની સાચવણી કરવા માટે ગુજરાત સરકાર દ્વારા વન વિભાગને જવાબદારી સોંપવામાં આવી છે જેમાં વન્યજીવ અધિનિયમ હેઠળ વન વિભાગ કાર્યવાહી કરતું હોય છે તથા ઘુડખર માટે સાચવવામાં આવેલ ઘાસમાં કોઈ ચારણ ન કરી જાય તેનું ધ્યાન રાખવામાં આવતુ હોય છે જ્યારે ગેરકાયદે પ્રવેશ કરી પશુ ચારણ કરવામાં આવે છે ત્યારે પ્રથમ સુચના ત્યારબાદ દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે તેવામાં બે દિવસ અગાઉ આરક્ષિત વિસ્તારમા ક પશુ ચરાવતા વિવાદ સર્જાયો હતો જે મામલો બજાણા પૂર્વ સરપંચ અસરફખાન મલેક, ગ્રામજનો અને દસાડા તાલુકા પંચાયત સદસ્ય વિપુલ મેરાણી સહીતના દ્વારા થાળે પાડવામાં આવ્યો હતો બાદ સમાધાન પણ કરી દેવામાં આવ્યું હતું ત્યારે બીજા દિવસે પણ પશુ ચરાવતા ફરી કાર્યવાહી કરતા વિવાદ સર્જાયો હતો જેના સમાધાન માટે દસાડાના ધારાસભ્ય ઘુડખર અભ્યારણ ખાતે બેઠક અર્થે પહોંચ્યા હતા જ્યાં 200થી પણ વધુ લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા તથા પોલીસની હાજરીમાં બેઠક યોજાઈ હતી.
આ બેઠક દરમિયાન દસાડાના ધારાસભ્ય પી.કે.પરમાર દ્વારા રાજ્ય સરકારના વન વિભાગ સ્ટાફ સાથે ગેરવર્તણૂક કરવામાં આવી હોવાની વિગતો સામે આવી છે એક તરફ ગુજરાત સરકાર પર્યટકોને ગુજરાત તરફ આકર્ષિત કરવા માટે લાખો રૂપિયા ખર્ચીને જાહેરાત કરે છે બીજી તરફ સ્થાનિક ધારાસભ્ય રણ વિસ્તારને સાચવતા અને પોતાની ફરજ નિભાવતા સ્ટાફ સાથે ગેરવર્તણૂક કરતા તથા નિયમ વિરુદ્ધ કાર્યવાહી કરવા સૂચના આપતા અચરજની લાગણી ફેલાઈ છે સત્તા પક્ષના ધારાસભ્ય હોવા છતાં વિરોધ પક્ષના ધારાસભ્ય જેવા વર્તનથી ચકચાર મચી જવા પામ્યો હતો ગુજરાત રાજ્ય વન રક્ષક મંડળના પ્રમુખ પ્રવિણસિંહ ચૌહાણે ધારાસભ્ય દ્વારા જાહેરમાં વન વિભાગ સાથે તોછડાઈ ભર્યું વર્તન કર્યું હોવાનું જાણવા મળતા આ બાબતને સખત શબ્દોમાં વખોડી હતી વધુમાં તેને જણાવ્યું કે કાયદાને કાયદાનું કામ કરવા દેવું જોઈએ તેમાં ધારાસભ્યએ અડચણ ઊભી ન કરવી જોઈએ ગેરકાયદે પ્રવેશ કરતા હોય અને ગેરકાયદે પ્રવૃત્તિ કરતા હોય એવા લોકોને આ પ્રકારે મદદ કરવાથી પ્રોત્સાહન મળી શકે છે તે પ્રકારની વર્તનથી ધારાસભ્ય દૂર રહેવું જોઈએ એના કારણે કાયદેસરની ફરજ નિભાવતા વનકર્મીઓ નિરાશ થાય તેવી પણ શક્યતા ઊભી થઈ શકે છે.
દસાડાના ધારાસભ્ય પી.કે. પરમાર દ્વારા વિધાનસભામાં બજાણા ઘુડખર અભ્યારણ અને પ્રવેશ તથા હદ બાબતના પ્રશ્નનો નિવેડો લાવવા વિધાનસભામાં રજૂઆત કરવી જોઈએ તેની જગ્યાએ ગેરકાયદે પ્રવૃત્તિને પ્રોત્સાહન આપતા નજરે પડ્યા હતા
ઘુડખર બચાવવા ગુજરાત સરકાર લાખોનો ખર્ચ કરે છે પરંતુ તેનો ખોરાક બચાવવા કાયદેસરની ફરજ બજાવતા વન વિભાગના કર્મચારીઓને સરકાર ના જ ધારાસભ્ય જાહેરમાં તતડાવે છે અને ઘુડખર માટે આરક્ષિત કરવામાં આવેલ ઘાસ પશુઓને ચારણ કરવા સુચના આપી ગેરકાયદે ભલામણ કરે છે આ કેટલું યોગ્ય ?દસાડા તાલુકાના પાનવાના રહેવાસીએ પાનવા આસપાસના વિસ્તારમાં 900 વીઘાથી વધારે ગૌચર જમીન પર બે પગા આખલાઓએ દબાણ કર્યું હોવાની દસાડાના અધિકારીઓને રજૂઆત કરી છે માત્ર એક જ ગામ આસપાસ ગૌચર જમીનનું દબાણ કરવામાં આવ્યું હોય તો દસાડા તાલુકામાં ગૌચર જમીન પર કેટલું દબાણ હશે ? ધારાસભ્ય પીકે પરમારે ગૌચરના દબાણ દૂર કરવા માટે પ્રયત્ન કરવા જોઈએ જેથી પશુપાલકોને ચારણ માટે કોઈ સમસ્યા જ ન રહે.
દસાડાના ધારાસભ્ય સ્થાનિક અને સત્તા પક્ષના ધારાસભ્ય હોવા છતાં નાની નાની બાબતે મંત્રીઓને સીધા ફોન કરી અસંખ્ય લોકોની વચ્ચે જ વાતચીત કરી રજૂઆત કરતા હોય છે પ્રથમ જિલ્લા કક્ષાએ કે સલગ્ન ઉચ્ચ અધિકારીને રજૂઆત કરવાને બદલે સીધા જ ગાંધીનગર રજૂઆત કરે છે તો શું સ્થાનિક ધારાસભ્યનુ અધિકારીઓ સાંભળતા નથી ? કે પછી કાયદા વિરુદ્ધની રજૂઆત હોવાના કારણે અવગણના કરે છે ? તેવા સવાલ ઊભા થાય છેવન વિભાગે કાયદેસરની ફરજ નિભાવી પરંતુ દસાડાના ધારાસભ્યએ ફરજ નહીં પણ દાદાગીરી કરે છે તેવી રજૂઆત વન મંત્રીને ધારાસભ્ય દ્વારા કરવામાં આવી હતી અને ગેરકાયદે પશુ પ્રવેશ કરવા દેવા સુચના આપી હતી.
આ પણ વાંચો: ભારે વરસાદના લીધે નુકસાની સહન કરનારા ખેડૂતને સહાય ચૂકવાશે
આ પણ વાંચો: ખેડૂતોને રાહતઃ કમોસમી વરસાદથી થયેલા નુકસાનનું વળતર ચૂકવવાનો પ્રારંભ
