- રાહુલ ગાંધીએ ટ્વિટર પર મોદી સરકાર પર સાધ્યું નિશાન,
- બંધારણનાં આર્ટિકલ 15-25 પણ વેચી દીધા?,
- શું અનુચ્છેદ 15 અને 25 અલગ છે?,
- રાહુલ ગાંધીએ ટ્વિટર દ્વારા વીડિયો શેયર કર્યો,
- કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનાં મોદી સરકાર પર પ્રહાર
કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એકવાર ફરી સરકાર પર કટાક્ષ કરતા વીડિયો શેર કર્યો છે. રાહુલે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોને શેર કરતી વખતે લોકોની અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સવાલો ઉભા કર્યા છે. વીડિયો શેર કરતા રાહુલ ગાંધીએ લખ્યું કે, શું બંધારણનાં અનુચ્છેદ 15 અને 25 વેચી દેવામાં આવ્યા છે. રાહુલે જે વીડિયો શેર કર્યો છે તેમાં મુસ્લિમ સમુદાયનાં લોકોને જુદી જુદી જગ્યાએ જબરદસ્તી કરવામાં આવી રહી છે અને તેમને બળપૂર્વક જય શ્રી રામ કહેવા માટે કહેવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો – Covid-19 / એકવાર ફરી દેશમાં કોરોના સંક્રમણનાં કેસ વધ્યા, છેલ્લા 24 કલાકમાં 380 લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા
આપને જણાવી દઇએ કે, મધ્યપ્રદેશનાં ઉજ્જૈનનો એક કથિત વીડિયો સામે આવ્યો છે જેમાં કેટલાક લોકો મુસ્લિમ પસ્તી-ભંગાર કરનારની દુકાનમાં આવી જાય છે અને તેને બળજબરીથી જય શ્રી રામ નાં નારા લગાવવાનું કહે છે. સમાચાર એજન્સી ANI એ તેના ટ્વિટર હેન્ડલ પર અધિક પોલીસ અધિક્ષકને ટાંકીને લખ્યું હતું, ‘મધ્યપ્રદેશ: નીમચમાં ચોરીની શંકામાં 1 વ્યક્તિને માર મારીને હત્યા કરવામા આવી હતી. અધિક પોલીસ અધિક્ષકે જણાવ્યું કે, “મૃતકને વાહનની પાછળ બાંધીને ખેંચવામાં આવ્યો હતો. 8 આરોપીઓની ઓળખ કરવામાં આવી હતી. 4 ને રાઉન્ડઅપ કરવામાં આવ્યા છે. મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ટૂંક સમયમાં બાકીની ધરપકડ કરીશું.
https://twitter.com/RahulGandhi/status/1432222054892384256?s=20
આ પણ વાંચો – ડિઝિટલ બની ટ્રાફિક પોલીસ / અમદાવાદ ટ્રાફિક પોલીસ બની ડિઝિટલ હવે દંડની રકમ માટે પૈસા નથી તેવા બહાના નહિ ચાલે
આ વીડિયો સાથે સમાન જૂની ઘટનાઓનાં વીડિયોનું સંકલન શેર કરતા રાહુલ ગાંધીએ પૂછ્યું છે કે, શું બંધારણનાં અનુચ્છેદ 15 અને 25 પણ વેચી દેવામાં આવ્યા છે. આપને જણાવી દઇએ કે, બંધારણની કલમ 15 હેઠળ કોઈને પણ ધર્મ, જાતિ, પંથ, પુરુષ કે સ્ત્રી, જન્મ સ્થળનાં આધારે ભેદભાવ કરી શકાતો નથી. જ્યારે કલમ 25 હેઠળ, લોકોને કોઈપણ વ્યવસાય પસંદ કરવાની, તેમની પસંદગીનાં ધર્મનું પાલન કરવાની સ્વતંત્રતા છે.
