કાર્યવાહી/ મુંદ્રા બંદરે ડીઆરઆઇની કાર્યવાહીથી દાણચોરોમાં ફફડાટ

ગુજરાતના બંદર પરથી ટેક્સ વગર ચીજો ઘૂસાડવાનું ચલણ વધી રહ્યુ છે. હાલના દિવસોમાં આ ચલણ એટલું મોટાપાયે વધ્યું છે કે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ)એ કાર્યવાહી કરવી પડી છે.

Gandhinagar Top Stories Gujarat
Mundra Sopari Smuggling મુંદ્રા બંદરે ડીઆરઆઇની કાર્યવાહીથી દાણચોરોમાં ફફડાટ

મુંદ્રાઃ ગુજરાતના બંદર પરથી ટેક્સ વગર ચીજો ઘૂસાડવાનું ચલણ વધી રહ્યુ છે. હાલના દિવસોમાં આ ચલણ એટલું મોટાપાયે વધ્યું છે કે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ)એ કાર્યવાહી કરવી પડી છે. તેના પગલે આ વખતે મુંદ્રા બંદર પરથી લગભગ 40 ટન સોપારીનો જથ્થો ઝડપાયો છે.

ડીઆરઆઇની ટીમે આશુતોષ સીએફએસમાં સપાટો બોલાવ્યો હતો. પોર્ટમાંથી સોપારીનો જથ્થો ફરીથી ઝડપાયો હતો. આશ્ચર્યની વાત એ છે કે સોપારીનો આટલો મોટો જથ્થો ટેક્સ ચૂકવીને નહીં પણ સોપારીની આડમાં લાવવામાં વ્યો હતો. દસ કન્ટેનરમાં લગભગ 40 ટન સોપારીનો જથ્થો ઝડપાયો હતો. વડોદરાની પેઢીએ સોપારીનો જથ્થો મંગાવ્યો હતો. આમ ડીઆરઆઇની કામગીરીથી દાણચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

અહીં સોપારીનું સ્મગલિંગ કરવામાં આવતું હતું. કોઈને પણ આશ્ચર્ય થાય કે સોપારીનું સ્મગલિંગ. ભાઈ ભારતમાં માવા ખાનારા એટલા છે કે સોપારી વગર તો ચાલે જ નહી. આ સિવાય પૂજાવિધિમાં પણ મોટાપાયા પર સોપારીનો ઉપયોગ થાય છે. મુંદ્રા પોર્ટ પર આયાત થયેલા સોપારીના મોટા જથ્થાંને ઓન પેપર સ્ક્રેપ બતાવવામાં આવ્યો હતો.

સ્વાભાવિક છે કે સ્ક્રેપની આયાત પર વેરો ઓછો અથવા નહીંવત લાગે છે, પરંતુ સોપારી પર વધારે લાગે છે. વડોદરાની પેઢીએ આ જથ્થો દુબઈથી મંગાવ્યો હતો. ડીઆરઆઇની કામગીરીના પગલે સોપારીના દાણચોરો ચિંતામાં મૂકાઈ ગયા છે. આ કાર્યવાહી લાંબા સમય સુધી ચાલી હતી. ડીઆરઆઇની આ કાર્યવાહીના પગલે કસ્ટમ વિભાગ પર પણ તવાઈ વધી શકે છે.

જો કે મુંદ્રા પોર્ટ પર આ દાણચોરીનો પહેલો જ જથ્થો ઝડપાયો છે તેવું નથી.  પહેલા ફણ ઘણી ચીજો ઝડપાઈ હોવાની ઘટનાઓ સામે આવી છે. તેની સાથે અન્ય પ્રતિબંધક ચીજોની ઘૂસણખોરી ગુજરાતના અન્ય બંદરોએથી પણ થતી હોવાની ઘટનાઓ સામે આવી છે. તેમા અગાઉ પણ મોટાપાયા પર ડ્રગ્સ પકડાઈ ચૂક્યું છે. તેથી જ કેન્દ્ર અને ગુજરાતની સુરક્ષા એજન્સીઓ સતત ચાંપતી નજર રાખતી હોય છે. આવી ઘટનામાં હાલ મુંદ્રા પોર્ટ પરથી સોપારીનો જથ્થો ઝડપાઈ ગયો છે.


whatsapp ad White Font big size 2 4 મુંદ્રા બંદરે ડીઆરઆઇની કાર્યવાહીથી દાણચોરોમાં ફફડાટ


 

આ પણ વાંચોઃ West Bengal/ EDએ પશ્ચિમ બંગાળના મંત્રી જ્યોતિપ્રિયા મલ્લિકની કરી ધરપકડ

આ પણ વાંચોઃ Jammu Kashmir/ પાકે. કર્યો યુદ્ધવિરામનો ભંગ, એક જવાન અને ચાર નાગરિકો ઘાયલ થયા

આ પણ વાંચોઃ Ayodhya/ 22મી જાન્યુ.એ જ કેમ થશે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા, જાણો શું છે તેની પાછળનું કારણ