Lunar eclipse/ શરદ પૂનમે થતા ચંદ્રગ્રહણને પગલે મંદિરો રહેશે બંધ, જાણો કઈ રાશિઓને કરશે અસર

વર્ષનું અંતિમ અને બીજું ચંદ્રગ્રહણ 28 ઓક્ટોબરની રાતે 1 વાગ્યાને 05 મિનિટથી શરુ થશે. જે રાતે 2 વાગ્યાને 24 મિનિટ પર સમાપ્ત થશે.

Gujarat Dharma & Bhakti
YouTube Thumbnail 2023 10 27T102033.234 શરદ પૂનમે થતા ચંદ્રગ્રહણને પગલે મંદિરો રહેશે બંધ, જાણો કઈ રાશિઓને કરશે અસર

શરદપૂનમના દિવસે ચંદ્રગ્રહણના કારણે રાજ્યના મંદિરો બંધ રહેશે. વર્ષનું અંતિમ અને બીજું ચંદ્રગ્રહણ 28 ઓક્ટોબરની રાતે 1 વાગ્યાને 05 મિનિટથી શરુ થશે. જે રાતે 2 વાગ્યાને 24 મિનિટ પર સમાપ્ત થશે. આ ગ્રહણ ભારત ઉપરાંત દુનિયાના અન્યભાગોમાં પણ દેખાશે.

અંબાજી મંદિર ટ્રસ્ટના જણાવ્યા મુજબ શરદપૂનમના દિવસે ચંદ્રગ્રહણને પગલે 28 ઓક્ટોબરના રોજ બપોરથી મંદિર બંધ રહેશે અને 29 ઓક્ટોબરના રોજ સવારે સાડા આઠ વાગે મંદીરના દ્વાર ખુલશે. ગ્રહણ બાદ નિયત વિધિવિધાનો કર્યા બાદ મંદિરનો જળાભિષેક કરાશે. ત્યારપછી સવારે 5 કલાકે મંગળા આરતી કરવામાં આવશે. બાદમાં મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લુ મૂકવામાં આવશે અને અને ભક્તો આરતી અને દર્શનનો લાભ લઇ શકશે.

ભારતમાં ઓક્ટોબર મહિનાનો તહેવાર અને ગ્રહણની દ્રષ્ટિએ ખુબ ખાસ હોય છે. ગતવર્ષે 15 ઓક્ટોબરે વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ અમાસ તિથિ પર થયું હતું અને આ વર્ષે ઓક્ટોબર મહિનામાં શરદપૂનમના દિવસે ચંદ્રગ્રહણ થઈ રહ્યું છે.

સૂતક લાગશે

ચંદ્રગ્રહણ હોય કે સૂર્યગ્રહણ હોય જયારે તે ભારતમાં દેખાય ત્યારે ગ્રહણને લગતા નિયમો પાળવામાં આવે છે. ગ્રહણ લાગે તેના થોડા કલાક પહેલા એનો સૂતક કાળ શરુ થઇ જાય છે. જેમાં દેવી દેવતાઓની મૂર્તિ પકડવી, મંદિરમાં જવું વર્જિત રહે છે. ગ્રહણ દરમ્યાન શુભકાર્યો કરવાનું પણ વર્જિત માનવામાં આવે છે.

કોઈપણ ગ્રહણ હોય સૂતક કાળ લાગે છે. શરદપૂનમે થતા ચંદ્રગ્રહણ ભારતમાં દેખાતા સૂતકકાળ લાગશે.  ચંદ્રગ્રહણના દિવસે 28 ઓક્ટોબર સાંજે 4.05થી સુતક કાળનો પ્રારંભ થાય છે. ભારતીય સમય અનુસાર ગ્રહણનો પ્રારંભ 28-10-23ના શનિવારના રોજથી 1.05 મધ રાત્રેથી 1.45 સુધી તથા મોક્ષ 2.30 વાગ્યે થશે. ગ્રહણને પગલે 28મી તારીખે બપોરે અઢી વાગ્યા પછી તમામ મંદિરો બંધ રહેશે. તેમજ રાજ્યના મહત્વના એવા અંબાજી, પાવાગઢ અને ઉંચા કોટડા ચામુડા મંદિરમાં આરતી અને દર્શનના સમયમાં બદલાવ કરવામાં આવ્યો છે.

શરદપૂનમના દિવસે થતા ચંદ્રગ્રહણની ખાસ રાશિઓ પર અસર જોવા મળશે

મેષ રાશિ : ચંદ્રગ્રહણથી આ રાશિના જાતકને સમસ્યાનો સામનો કરવો પડી શકે. આ સમય દરમિયાન તેમના ઇચ્છિત કાર્યો પૂર્ણ થવામાં વિલંબ થશે. સાથે વધુ પડતા ખર્ચના કારણે આર્થિકતંગીનો સામનો કરવો પડી શકે. સાથે સ્વાસ્થ્યને મામલે પણ સમસ્યાનો સામનો પણ કરવો પડી શકે છે ગ્રહણના અશુભ પ્રભાવથી બચવા માટે કોઈપણ ઝાડમાં જળ અર્પણ કરવાનું શરૂ કરી દેવું.

કર્ક રાશિ : ચંદ્રગ્રહણના કારણે આ રાશિના લોકોને નોકરી અને વેપારમાં સમસ્યાઓ થઈ શકે છે. કાર્ય સ્થળ પર કોઈ બાબતને લઈને સહકર્મીઓ સાથે વિવાદ થઈ શકે. પરિવારમાં પણ સામાન્ય વાતચીતમાં મતભેદનો સામનો કરવો પડી શકે. આર્થિક બાબતોના મનમાં ચિંતા રહેશે આવી સ્થિતિમાં ધીરજથી કામ લેવું અને ક્રોધ કરવાથી બચવું.

તુલા રાશિ : ચંદ્રગ્રહણના કારણે તુલા રાશિના જાતકોને નકારાત્મક અસર જોવા મળી શકે. જીવનસાથી સાથેના સંબંધોમાં સમસ્યા થઈ શકે છે તેમજ અભ્યાસને લઈને બાળકો સાથે મતભેદ સર્જાઈ શકે. આવી સ્થિતિમાં મનને શાંત રાખવું અને બધા સાથે સારો વ્યવહાર કરવો. આ જાતકોએ ગ્રહણના અશુભ પ્રભાવને દૂર કરવા માટે દૂધનું દાન કરવું.

28 ઓક્ટોબરે સાંજે 7 વાગ્યાથી મંદિરોના દરવાજા બંધ કરી દેવામાં આવશે. આ પછી ગ્રહણ પછી જ મંદિર ખોલવામાં આવશે. ધાર્મિક માન્યતા મુજબ ગ્રહણ પછી દાન કરવાથી લાભ થાય છે. તેમજ જે-તે જાતકોને લાગતી  ગ્રહણની ઘણી અશુભ અસરો ઓછી થશે. ગ્રહણ દરમ્યાન મંદિરમાં દર્શન કરવા ન જવાનું વિધાન છે.


whatsapp ad White Font big size 2 4 શરદ પૂનમે થતા ચંદ્રગ્રહણને પગલે મંદિરો રહેશે બંધ, જાણો કઈ રાશિઓને કરશે અસર


આ પણ વાંચો :  West Bengal/ EDએ પશ્ચિમ બંગાળના મંત્રી જ્યોતિપ્રિયા મલ્લિકની કરી ધરપકડ

 

આ પણ વાંચો : Jammu Kashmir/ પાકે. કર્યો યુદ્ધવિરામનો ભંગ, એક જવાન અને ચાર નાગરિકો ઘાયલ થયા

 

આ પણ વાંચો : Ayodhya/ 22મી જાન્યુ.એ જ કેમ થશે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા, જાણો શું છે તેની પાછળનું કારણ