Not Set/ #ગુજરાત હાઇકોર્ટ : જામીન મંજૂર ડે : અલ્પેશ કથિરીયા સહિત ગંગા-જમનાનાં જામીન મંજૂર

ગુજરાત હાઇકોર્ટ દ્વારા આજે બબ્બે મોટા કેસમાં જામીન મંજૂર કરવામાં આવ્યાં હોવાથી જામીન ડે જેવુ જોવાં મળી રહ્યું છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજદ્રોહનાં કેસમાં અલ્પેશ કથિરીયા અને નાયરણ સાઈ દુષ્કર્મ કેસનાં ગુનામાં સહઆરોપી આશ્રમના સાધક ગંગા અને જમનાનાં જામીન મંજૂર કરવામા આવ્યા છે. પાટીદાર અનામત આંદોલનમાં હાર્દિક પટેલ સાથે પાસનાં હોદેદાર અલ્પેશ કથિરીયાનાં જામીન પણ […]

Top Stories Gujarat
hc bailed #ગુજરાત હાઇકોર્ટ : જામીન મંજૂર ડે : અલ્પેશ કથિરીયા સહિત ગંગા-જમનાનાં જામીન મંજૂર

ગુજરાત હાઇકોર્ટ દ્વારા આજે બબ્બે મોટા કેસમાં જામીન મંજૂર કરવામાં આવ્યાં હોવાથી જામીન ડે જેવુ જોવાં મળી રહ્યું છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજદ્રોહનાં કેસમાં અલ્પેશ કથિરીયા અને નાયરણ સાઈ દુષ્કર્મ કેસનાં ગુનામાં સહઆરોપી આશ્રમના સાધક ગંગા અને જમનાનાં જામીન મંજૂર કરવામા આવ્યા છે.

પાટીદાર અનામત આંદોલનમાં હાર્દિક પટેલ સાથે પાસનાં હોદેદાર અલ્પેશ કથિરીયાનાં જામીન પણ હાઇકોર્ટ દ્વારા મંજૂર કરવામા આવ્યા છે. રાજદ્રોહનાં કેસમાં અલ્પેશ હાલ સુરત જેલમાં બંધ છે. જોકે, પૂર્વે પણ અલ્પેશનાં હાઇકોર્ટએ  જામીન મંજૂર કર્યા હતા, પરંતુ પોલીસ સ્ટેશન પર માથાફૂટ થતા, સ્થાનિક પોલીસ દ્વારા કોર્ટને વિનંતી કરવામાં આવતા જામીન રદ કરવામાં આવ્યા હતા. જે આજે ફરી હાઇકોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવતા અલ્પેશ કથરીયાની મુક્તિનો માર્ગ હાલ પુરતો ખુુલ્લી ગયો છે.

નાયરણ સાઈ દુષ્કર્મ કેસનાં ગુનામાં સહઆરોપી આશ્રમના સાધક ગંગા અને જમનાને હાઇકોર્ટ દ્વારા મોટી રાહત આપવામાં આવી છે. હાઇકોર્ટ તે બંનેનાં જામીન મંંજૂર કરી દીધા છે. આપને જણાવી દઇએ કે ઘણા લાંબા સમયથી ગંગા-જમના આ મામલે જેલ હવાલે હતા અને બંને દ્વારા હાઇકોર્ટમાં જામીન માટે અરજી કરવામાં આવી હતી, તે હાઇકોર્ટ દ્વારા ગ્રાહ્ય રાખી શરતોને આધિન જામીનને મંજૂર કર્યા છેય

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.