Not Set/ કચ્છીમાંડુ ખુશ ખુશાલ : કચ્છમાં શ્રીકાર વર્ષાએ અછતનાં ઓછાયા ટાળ્યાં

કચ્છમાં ખુશીના સમાચાર સંભળાઇ રહ્યા છે. કચ્છનાં 10 પૈકી છ તાલુકા અછતમુક્ત બન્યા છે. સતત દુષ્કાળનો સામનો કરતા અબડાસા , લખપત, માંડવી – મુન્દ્રા, ભુજ, અંજાર, નખત્રાણા , રાપર અને ભચાઉ તાલુકો અછતમુક્ત થવાથી રાહ જોવા મળી રહી છે. આ તાલુકા પર મેઘરાજા મહેરબાન બન્યા અને જળબંબાકારની સ્થિતિથી અછતનો ઓછાયો ટળ્યો છે.લખપત. વર્માનગર. પાન્દ્રો, દયાપર. […]

Top Stories Gujarat Others
kutch rain કચ્છીમાંડુ ખુશ ખુશાલ : કચ્છમાં શ્રીકાર વર્ષાએ અછતનાં ઓછાયા ટાળ્યાં

કચ્છમાં ખુશીના સમાચાર સંભળાઇ રહ્યા છે. કચ્છનાં 10 પૈકી છ તાલુકા અછતમુક્ત બન્યા છે. સતત દુષ્કાળનો સામનો કરતા અબડાસા , લખપત, માંડવી – મુન્દ્રા, ભુજ, અંજાર, નખત્રાણા , રાપર અને ભચાઉ તાલુકો અછતમુક્ત થવાથી રાહ જોવા મળી રહી છે. આ તાલુકા પર મેઘરાજા મહેરબાન બન્યા અને જળબંબાકારની સ્થિતિથી અછતનો ઓછાયો ટળ્યો છે.લખપત. વર્માનગર. પાન્દ્રો, દયાપર. ઘડૂલી માં વરસાદની હેલી વરસી છે. લખપતમાં અછતને જાકારો મળતા લોકોમાં રાહતની અનુભૂતી જોવામાં આવી રહી છે.

k5 કચ્છીમાંડુ ખુશ ખુશાલ : કચ્છમાં શ્રીકાર વર્ષાએ અછતનાં ઓછાયા ટાળ્યાં

ભારે અને શ્રીકાર વરસાદનાં કારણે કચ્છમાં માધ્યમ કક્ષાનાં 4 અને નાની સિંચાઇનાં 19 ડેમોમાં નવા નીર આવ્યા છે. ક્ચ્છ પર મેઘાએ મન બનાવ્યું હોય જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધવામાં આવી રહ્યો છે. નારાયણ સરોવરમાં પણ નવા પાણીની આવક જોવામાં આવી રહી છે. તો સાન્દ્રો ડેમમાં 23 ફુટ, ગોધાતડ ડેમમાં 14 ફુટ પાણીની આવક નોંધાય છે.

k4 કચ્છીમાંડુ ખુશ ખુશાલ : કચ્છમાં શ્રીકાર વર્ષાએ અછતનાં ઓછાયા ટાળ્યાં

મુન્દ્રામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા અને  છેલ્લા ચોવીસ કલાકમાં 6 ઇંચથી પણ વધારે વરસાદ નોંઘાયો છે. કાંડાગરા, ભુજપુર, ટૂનડા, બેરાજા તમામ વિસ્તારમાં ભારે વરસાદના પગલે બારોઈનાં તળાવમાં નવા નીરની આવક નોંધવામા આવી છે.

k9 કચ્છીમાંડુ ખુશ ખુશાલ : કચ્છમાં શ્રીકાર વર્ષાએ અછતનાં ઓછાયા ટાળ્યાં

અબડાસા તાલુકામાં છેલ્લા 48 કલાકમાં 6 ઇંચ વરસાદ જોવા મળ્યો, જેમાં પરજાઉં. સિંઘોડી. ડેમ ઓવરફલો થઇ ગયા હતા તો  પાકને જીવતદાન મળ્યું હોવાથી ખેડૂતો ખુશ ખુશાલ થઇ ગયા છે.

k7 કચ્છીમાંડુ ખુશ ખુશાલ : કચ્છમાં શ્રીકાર વર્ષાએ અછતનાં ઓછાયા ટાળ્યાં

નલિયાનાં તળાવમાં ભારે વરસાદને કારણે નવા નિર આવ્યા, તો નલિયાની અનેક સોસાયટીઓમાં પાણી ભરાયાની રાવ પણ વરસતા વરસાદમાં સાંભળવા મળી રહી છે. કોઠારા, જખૌ. લાલા, વાડા પધરનાં ગામોમાં વરસાદ વરસતા જ્યાં દુષ્કાળની પરિસ્થિતિ જોવા મળી રહી હતી તે પૂર્ણ થઇ છે અને લોકોમાં અનેરો ઉત્સાહ જોવામા આવી રહ્યો છે.

k2 કચ્છીમાંડુ ખુશ ખુશાલ : કચ્છમાં શ્રીકાર વર્ષાએ અછતનાં ઓછાયા ટાળ્યાં

માંડવી-મુન્દ્રા તાલુકાનાં ગ્રામીણ વિસ્તારમાં મેઘરાજા મહેરબાન જોવા મળી અને માંડવી સહિત કાઠડા, મસ્કા, મોટી રાયણ, બાળા, આસંબીયા, ગઢસીસા, લાયજા સલાયા સહિતના ગામોના તળાવમાં નવા પાણીની આવક થતાની સાથે સાથે રિચાર્જ કુવામાં પાણી ભરાયા હોવાથી ખેડૂતો ખુશ ખુશાલ થઇ ગયા છે. ભારે વરસાદને કારણે માંડવીનાં કાઠડા ગામનાં મુખ્યમાર્ગ પરનાં પુલ પર ગાબડું પડ્યું હોવાનું સામે આવે છે. વરસાદી પાણી પુલ પરથી વહેતાં પુલનું ધોવાણ થયું હોવાથી અને આ બીજી વખત પુલનું ધોવાણ થતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ પુલ પર  ગાબડું પડતા ગ્રામજનોને 4 કિલોમીટરનો ફેરો ફરવાનો વારો આવ્યો છે.

k3 કચ્છીમાંડુ ખુશ ખુશાલ : કચ્છમાં શ્રીકાર વર્ષાએ અછતનાં ઓછાયા ટાળ્યાં

ભુજમાં મોડી રાતે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને શહેરીજનો ખુસ ખુશાલ થઇ ગયા હતા, તો હજુ પણ અવિરત મેઘ સવારી ચાલુ જોવામાં આવી રહી છે, ત્યારે શહેર અને આસપાસમાં શ્રીકાર વર્ષેને પગલે કચ્છનાં ભૂજનું નજરાણું આવું હમીરસર તળાવ ભરાય ગયું હોવાથી ખુશી જ ખુશી પ્રવર્તી રહી છે.

 

માંડવી – મુન્દ્રા તાલુકો અછતમુક્ત , રાપર અને અબડાસામાં મેઘો રીઝીયો છે. અબડાસા તાલુકામાં મેઘાએ મહેર જમાવી હોય તેમ નાની અને મોટી વમોટીમાં ચારથી પાંચ વરસાદ ખાબક્યો છે. ગામના તળાવો છલકાઈ ઉઠ્યા અને સર્વત્ર વરસાદથી આનંદ જોવામા આવી રહ્યો છે. લોકોમાં દુષ્કાળની ચિંતા દુર થતા અનેરો આનંદ જોવામા આવી રહ્યો છે.

k6 કચ્છીમાંડુ ખુશ ખુશાલ : કચ્છમાં શ્રીકાર વર્ષાએ અછતનાં ઓછાયા ટાળ્યાં

ચાલુ સિઝનનો અત્યાર સુધીનો કુલ વરસાદ મિમી માં….

અબડાસામાં 200 mm

અંજાર 140 mm

ભચાઉ 109 mm

ભૂજ 126 mm

ગાંધીધામ 41 mm

લખપત 135 mm

માંડવી 238 mm

મુન્દ્રા 167 mm

નખત્રાણા 114 mm

રાપર 120 mm

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.