Announcement/ કોરોના રસી મામલે કેન્દ્રની સૌથી મોટી જાહેરત, તમામને મળશે ફ્રીમાં રસી

આજે દેશભરમાં કોરોના રસીનો ડ્રાય રન ચાલી રહ્યો છે અને દેશનાં અનેક રાજ્યોમાં રસીકરણ યોજાઇ રહ્યું છે, ત્યારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધનએ દેશનાં તમામ લોકોને જાણે નવા વર્ષની ભેટ

Top Stories India
dinesh sharma 2 કોરોના રસી મામલે કેન્દ્રની સૌથી મોટી જાહેરત, તમામને મળશે ફ્રીમાં રસી

આજે દેશભરમાં કોરોના રસીનો ડ્રાય રન ચાલી રહ્યો છે અને દેશનાં અનેક રાજ્યોમાં રસીકરણ યોજાઇ રહ્યું છે, ત્યારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધનએ દેશનાં તમામ લોકોને જાણે નવા વર્ષની ભેટ આપી હોય તેવી જાહેર કરી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધન દ્વારા મોટી જાહેરાત કરતા કહ્યું છે કે, સમગ્ર દેશમાં ફ્રીમાં કોરોના રસી મળશે. કહી શકાય કે, દેશમાં ચાલી રહેલા ડ્રાયરન વચ્ચે કોરોના સામેની લડાઇમાં આ સૌથી મોટા સમાચાર છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધનની જાહેર પ્રમાણે દેશભરમાં તમામ લોકોને ફ્રીમાં કોરોના વેક્સિન મળશે.

આપને જણાવી દઇએ કે, આજે એટલે કે, શનિવારથી તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ડ્રાય રન ચલાવવામાં આવી રહી છે, જેના હેતુથી દેશભરમાં કોરોના વાયરસ રસીના ઉપયોગને વહેલી તકે મંજૂરી આપવામાં આવે. રસીકરણ પ્રક્રિયાનો હિસ્સો લેવા દેશના જુદા જુદા ભાગોમાં ડ્રાય રન ચલાવવામાં આવી રહ્યા છે. ડ્રાય રન બધા રાજ્યોની રાજધાનીમાં ઓછામાં ઓછી ત્રણ સાઇટ્સ પર યોજાઇ રહ્યું છે. કેટલાક રાજ્યોમાં એવા ક્ષેત્ર પણ શામેલ હશે જે દુર્ગમ છે અને જ્યાં માલની અવરજવરમાં મુશ્કેલી છે. દેશના આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધનએ ખુદ ડ્રાય રનની તૈયારીઓનો હિસાબ લીધો હતો અને લોકોને કોરોના રસી અંગે ફેલાતી અફવાઓ ટાળવાનું કહ્યું હતું.

જુઓ સંપૂર્ણ વિગતો સાથેનો આ વીડિયો અહેવાલ પણ – સમગ્ર દેશભરની જનતા કોરોના વેક્સિન ફ્રિમાં મળશે: ડો.હર્ષવર્ધન | Corona Vaccine | India | Covid

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…