Not Set/ નકલી રેમડેસિવિર ઇન્જેક્શનથી 90 ટકા લોકો સાજા થયા…

તપાસ દરમિયાન, પોલીસ અધિકારીઓ સાચા ઈન્જેક્શન લેનારા લોકોની તુલનામાં નકલી ઇંજેકશન લેનાર દર્દીઓના બચાવ દર ઘણો ઉંચો છે. અને આ જોઈ  પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગયા.

Top Stories India
tukait 14 નકલી રેમડેસિવિર ઇન્જેક્શનથી 90 ટકા લોકો સાજા થયા...

90 ટકા કોરોના દર્દીઓ કે જેમણે બનાવટી રેમડેસિવિરના ઈન્જેક્શન આપ્યા હતા, તેઓ હવે ફેફસાના ચેપમાંથી સ્વસ્થ થઈ ગયા છે. આ માહિતી મધ્યપ્રદેશ પોલીસની તપાસમાં બહાર આવી છે. અત્રે ઉલ્લેખ્નીય છે કે, આ દર્દીઓને ગુજરાતની એક ગેંગ દ્વારા નકલી  રેમડેસિવિર ઇન્જેક્શન પુરા પાડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

તપાસ દરમિયાન, પોલીસ અધિકારીઓ સાચા ઈન્જેક્શન લેનારા લોકોની તુલનામાં નકલી ઇંજેકશન લેનાર દર્દીઓના બચાવ દર ઘણો ઉંચો છે. અને આ જોઈ  પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ઈન્દોરમાં 10 દર્દીઓનાં મોત નીપજ્યાં છે, જેમને બનાવટી ઇંજેકશન અપાયાં હતાં. જ્યારે આવા 100 થી વધુ દર્દીઓ હજી જીવંત છે. અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે જે લોકોના મૃત્યુ થયા છે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે, બનાવટી દવાના આડઅસરો શોધવાનું અશક્ય છે.

કેન્દ્રએ રાજ્યોને કહ્યું છે કે મધ્યમથી ગંભીર કિસ્સાઓમાં રેમડેસિવિરના ઉપયોગથી હોસ્પિટલમાં દાખલ થવાનું ટાળી શકાય છે, પરંતુ મૃત્યુદર ઘટાડવામાં ફાયદાના કોઈ પુરાવા નથી. દેશમાં કોરોનાની બીજી તરંગની તીવ્રતા સાથે, રેમડેસિવિરની માંગ પણ ખૂબ તીવ્ર બની હતી.

એમ.પી.માં 1200 બનાવટી ઇંજેકશન વેચાયા હતા
પોલીસે જણાવ્યું કે કોરોનાની અતિ ગંભીર પરિસ્થિતિનો લાભ લઇ ગુજરાતની એક ગેંગે નકલી રેમડેસિવિર ઇન્જેક્શન બનાવી વેચ્યા હતા.  આ ગેંગની પહેલી મેના રોજ ધરપકડ કરવામાં આવી હતી. આરોપી દ્વારા ગુજરાત ક્રાઈમ બ્રાંચને પૂછપરછમાં કહેવામાં આવ્યું હતું કે તેણે મધ્યપ્રદેશમાં આશરે 1200 બનાવટી રેમેડિસિવીર ઇન્જેક્શન વેચ્યા છે. તેમાંથી 700 ઇન્જેક્શન ઇંદોરમાં અને 500 જબલપુરમાં વેચાયા હતા.

શું આ લોકોની વિરુદ્ધ હત્યાનો કેસ નોધાશે..? 

નોંધનીય છે કે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ કેસમાં ધરપકડ કરાયેલા લોકો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવાની માંગ કરી છે. તે જ સમયે, પોલીસ અધિકારીઓ બનાવટી ઇંજેક્શનથી સંબંધિત મૃત્યુના કેસો શોધવામાં રોકાયેલા છે. પરંતુ, મૃતદેહ વિના આ કરવાનું તેમના માટે  અશક્ય છે.