Lakhnau/ જેને દેશ પર ભરોસો નથી તે પાકિસ્તાન ચાલ્યો જાય : BJP MLA

મુસ્લિમ સમુદાય દ્વારા કોરોના રસી અંગેનાં ભય વચ્ચે ભાજપનાં ફાયર બ્રાન્ડનાં ધારાસભ્ય સંગીત સોમે એક મોટું નિવેદન આપ્યું છે. સંગીત સોમે કહ્યું,

India
PICTURE 3 6 જેને દેશ પર ભરોસો નથી તે પાકિસ્તાન ચાલ્યો જાય : BJP MLA

મુસ્લિમ સમુદાય દ્વારા કોરોના રસી અંગેનાં ભય વચ્ચે ભાજપનાં ફાયર બ્રાન્ડનાં ધારાસભ્ય સંગીત સોમે એક મોટું નિવેદન આપ્યું છે. સંગીત સોમે કહ્યું, “જો ભારતનાં મુસ્લિમોને દેશ પર વિશ્વાસ ન હોય તો તેમણે ભારત છોડીને પાકિસ્તાન જવું જોઈએ અને પાકિસ્તાનમાં જ પોતાનો વિશ્વાસ બતાવવો જોઈએ.” આપને જણાવી દઈએ કે, મેરઠનાં સરથાણાનાં ધારાસભ્ય સંગીત સોમ ચંદૌસીમાં સ્વામી વિવેકાનંદ જયંતિ નિમિત્તે એક કાર્યક્રમમાં પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે પત્રકારો સાથેની વાતચીત દરમિયાન આ નિવેદન આપ્યું હતું.

આપને જણાવી દઇએ કે, સંગીત સોમને પત્રકારોએ ભારતનાં કેટલાક મુસ્લિમ સંગઠનોનાં નિવેદનો પર કોરોના રસીમાં ડુક્કરની ચરબી મળી હોવા અંગે તેમના મંતવ્ય પૂછ્યા હતા. આ અંગે ધારાસભ્ય સંગીત સોમે કહ્યું હતું કે, જો ભારતનાં મુસ્લિમોને ભારતીય વૈજ્ઞાનિકો અને દેશનાં પીએમ અને પોલીસ વહીવટ પર આસ્થા અને વિશ્વાસ નથી, તો તેમણે ભારત છોડીને પાકિસ્તાન જવું જોઈએ. તેમણે કહ્યું કે, તેમની આસ્થા પાકિસ્તાનમાં છે તો તે પાકિસ્તાન ચાલ્યા જાય, પરંતુ વૈજ્ઞાનિકો પર શંકા ન કરે. સંગીત સોમે સમાજવાદી પાર્ટીનાં અધ્યક્ષ અખિલેશ યાદવનાં નિવેદન પર પણ પ્રહાર કર્યા હતા જેમાં તેમણે કોરોના વાયરસની રસીને ભાજપ ગણાવી હતી. સંગીત સોમે કહ્યું હતું કે તેમના (અખિલેશ યાદવ) શાસન દરમિયાન ઉત્તરપ્રદેશને મુગલ સલ્તનત બનાવવામાં આવી હતી, પરંતુ હવે તે મુગલ શાસનનો અંતિમ શાસક રહેશે, તેમનો નંબર હવે આવશે નહીં.

આપને જણાવી દઈએ કે, ઘણા લોકોએ કોરોના રસી વિશે પ્રશ્નો ઉભા કરે છે. વેક્સીનમાં ડુક્કરની ચરબી મિશ્ર કરવાને લઇને મુસ્લિમોએ શંકા વ્યક્ત કરી છે. ઘણી રસી કંપનીઓએ કહ્યું છે કે તેઓ તેમની રસીઓમાં પ્રતિબંધિત કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા નથી. જો કે, વૈજ્ઞાનિકો માને છે કે ઘણીવાર રસી સ્થિર રાખવા માટે ડુક્કરનું માંસ જિલેટીનનો ઉપયોગ જરૂરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો