Presidential Election 2022/ રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને શિવસેનાના સાંસદોમાં પણ મતભેદ,ઉદ્વવ ઠાકરે આવતીકાલે લેશે નિર્ણય

મોટાભાગના સાંસદોએ એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુને સમર્થન આપવા ઉદ્ધવ ઠાકરેને વિનંતી કરી હતી. જ્યારે શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે યશવંત સિન્હાના નામની વકીલાત કરી છે.

Top Stories India
11 19 રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને શિવસેનાના સાંસદોમાં પણ મતભેદ,ઉદ્વવ ઠાકરે આવતીકાલે લેશે નિર્ણય

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ આજે ​​પાર્ટીના સાંસદો સાથે બેઠક યોજી હતી. આ બેઠકનો મુખ્ય મુદ્દો રાષ્ટ્રપતિની ચૂંટણીનો હતો. બેઠકમાં શિવસેનાના સાંસદ સંજય રાઉત અને અન્ય તમામ સાંસદો વચ્ચે બોલાચાલી થઈ હતી. મોટાભાગના સાંસદોએ એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુને સમર્થન આપવા ઉદ્ધવ ઠાકરેને વિનંતી કરી હતી. જ્યારે શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે યશવંત સિન્હાના નામની વકીલાત કરી છે.

શિવસેનાના ઘણા સાંસદોએ ઉદ્ધવ ઠાકરે સાથે ભવિષ્યમાં ભાજપ અને એકનાથ શિંદે સાથે હાથ મિલાવવાની વાત પણ કરી હતી. સાંસદોએ ઉદ્ધવ ઠાકરેને કહ્યું કે જે રીતે એકનાથ શિંદે અને ભાજપે મહારાષ્ટ્રમાં સત્તા બનાવી છે તેની સાથે હાથ મિલાવવું પાર્ટીના હિતમાં રહેશે. હાલમાં ઉદ્ધવ ઠાકરેએ સાંસદોના આ પ્રસ્તાવ પર કોઈ નિર્ણય લીધો નથી, પરંતુ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પાર્ટી કોના સમર્થનમાં મતદાન કરશે, ઉદ્ધવ ઠાકરે આવતીકાલે તેમના પત્તાં ખોલી શકે છે.

બેઠક બાદ શિવસેનાના સાંસદ ગજાનન કીર્તિકરે જણાવ્યું હતું કે, “મહારાષ્ટ્રમાં શિવસેનાના 18માંથી 13 સાંસદોએ સોમવારે રાષ્ટ્રપતિની ચૂંટણી પર એક મહત્વપૂર્ણ બેઠકમાં ભાગ લીધો હતો અને તેમાંથી મોટાભાગનાએ ભાજપના નેતૃત્વ હેઠળના NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મુને સમર્થન આપવાનું વચન આપ્યું હતું.” તેમણે કહ્યું કે 13 સાંસદો બેઠકમાં હાજર રહ્યા હતા, જ્યારે અન્ય ત્રણ – સંજય જાધવ, સંજય માંડલિક અને હેમંત પાટીલ બેઠકમાં હાજર રહી શક્યા ન હતા પરંતુ નેતૃત્વને તેમના સમર્થનની પુનઃ પુષ્ટિ કરી હતી.

શિવસેનાના મોટાભાગના સાંસદોનો મત હતો કે પાર્ટીએ દ્રૌપદી મુર્મુને સમર્થન આપવું જોઈએ. તેમણે કહ્યું કે શિવસેનાના બે લોકસભા સાંસદો ભાવના ગવલી અને શ્રીકાંત શિંદે (મુખ્યમંત્રી એકનાથ શિંદેના પુત્ર) બેઠકમાં હાજર રહ્યા ન હતા. ઉલ્લેખનીય છે કે  રાષ્ટ્રપતિની ચૂંટણી 18 જુલાઈના રોજ યોજાશે.