બિપોરજોય/ વાવાઝોડાના લીધે કંડલા સૂમસામ, ગાંધીધામમાં હજારો ટ્રકોના થપ્પા લાગ્યા

બિપરજોય વાવાઝોડાએ અત્યંત ભયજનક સ્વરૂપ ધારણ કરી લીધું છે. વાવાઝોડાના ડરના લીધે કંડલા બંદર અને શહેર રીતસરનું સૂમસામ થઈ ગયું છે. કંડલા પોર્ટ ટ્રસ્ટના બંદર પર સમખાવા પૂરતો કર્મચારી પણ જોવા મળતો નથી. હજારો ટ્રકો ફસાઈ ગઈ છે.

Top Stories Gujarat
Bipperjoy Kandlaport વાવાઝોડાના લીધે કંડલા સૂમસામ, ગાંધીધામમાં હજારો ટ્રકોના થપ્પા લાગ્યા

બિપરજોય વાવાઝોડાએ અત્યંત ભયજનક Bipperjoy-Kandla સ્વરૂપ ધારણ કરી લીધું છે. વાવાઝોડાના ડરના લીધે કંડલા બંદર અને શહેર રીતસરનું સૂમસામ થઈ ગયું છે. કંડલા પોર્ટ ટ્રસ્ટના બંદર પર સમખાવા પૂરતો કર્મચારી પણ જોવા મળતો નથી. આવી જ સ્થિતિ કંડલા શહેરની છે, જાણે કોઈ વેરાન જગ્યાએ આવી ગયા હોય તેમ લાગી રહ્યું છે. કંડલાવાસીઓને આ પહેલા 1998માં આવેલા વાવાઝોડાની યાદ તાજી થઈ ગઈ છે.

વાવાઝોડાના લીધે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં Bipperjoy-Kandla એલર્ટ જાહેર કરવામાં આવ્યું તેમાથી કંડલા પણ બાકાત નથી. કંડલા સહિતના મોટાભાગના વિસ્તારોમાં લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાનું કામ ચાલુ છે. આજુબાજુના વિસ્તારોમાં ભારે પવનના લીધે વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે. અત્યારથી જ કંડલામાં પ્રતિ કલાક 70થી 80 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવવા લાગ્યો છે.  બિપરજોયને પગલે કંડલા પોર્ટ બંધ કરાતા ગાંધીધામમાં હજ્જારો ટ્રકના પૈડાં થંભી ગયા છે અને ગાંધીધામમાં હજારો ટ્રકોના થપ્પા જોવા મળી રહ્યો છે.

બીજી તરફ કોસ્ટ ગાર્ડે પણ દરિયામાં બોટો રોકવા Bipperjoy-Kandla પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે. ગુજરાતમાં NDRFની સાત ટીમો તૈનાત કરવામાં આવી છે.બિપોરજોય જેમ જેમ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે તેમ તેમ સરકારની અને જનતાની ચિંતા વધી રહી છે. ગુજરાતના કચ્છમાં બિપોરજોય વાવાઝોડાની અસરો જોવા મળી રહી છે. જણાવી દઇએ કે, બિપોરજોય વાવાઝોડાને જોતા કંડલા પોર્ટ બંધ કરી દેવામાં આવ્યું છે.

તેના લીધે સેંકડો ટ્રકો ગાંધીધામમાં અટવાઈ છે. Bipperjoy-Kandla તેના પરથી પરિસ્થિતિની ગંભીરતાનો અંદાજ આવે છે. અહીં વરસાદી વાતાવરણ વચ્ચે ઝાપટા જોવા મળ્યા છે. આજે અહીં પરિસ્થિતિ એવી ઉભી થઇ છે કે, સતત ધમધમતા પોર્ટ પર સુનકાર ભર્યો ઉચાટ જોવા મળી રહ્યો છે. બિપોરજોયને કારણે દ્વારકાના ગોમતી ઘાટ પર ઊંચી ભરતી જોવા મળી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અત્યંત તીવ્ર ચક્રવાતી તોફાન બિપોરજોય 15 જૂનની સાંજ સુધીમાં જખૌ બંદર નજીક સૌરાષ્ટ્ર અને કચ્છમાં ત્રાટકશે.

 

આ પણ વાંચોઃ બિપરજોય-રિવાબાજાડેજા/ વાવાઝોડામાં જનપ્રતિનિધિ જનતાની પડખેઃ રીવાબાએ ફૂડ પેકેટ્સ તૈયાર કરાવ્યા

આ પણ વાંચોઃ Bipperjoy/ વાવાઝોડું આફત પણ અને રાહત પણ

આ પણ વાંચોઃ Gujarat Weather/ ગુજરાતના 62 તાલુકામાં વરસાદ, વેરાવળ પંથકમા 10 ઈચ : જાણો ક્યાં કેટલો વરસ્યો

આ પણ વાંચોઃ Cyclone Biporjoy/ બિપરજોય વાવાઝોડા વિશે તમે જાણવા માગો છો એ તમામ વિગતો…

આ પણ વાંચોઃ બિપરજોય/ સૌરાષ્ટ્ર-કચ્છમાં પ્રતિ કલાક 125 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે