Not Set/ અયોધ્યા કેસ/ મુસ્લિમ પક્ષનાં વકીલ રાજીવ ધવનને કેસમાંથી હટાવાયા, જાણો તેઓ શું કહે છે

અયોધ્યા રામ જન્મભૂમિ વિવાદમાં એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હવે આ કેસમાંથી મુસ્લિમ પક્ષનાં એડવોકેટ રાજીવ ધવનને હટાવી દેવામાં આવ્યા છે. રાજીવ ધવને પોતાની ફેસબુક પોસ્ટ દ્વારા આ વાત કહી છે. તેમણે આમા કહ્યું છે કે મારી તબિયત સારી નહીં હોવાથી મને કેસમાંથી કાઠી મૂકવામાં આવ્યો છે. આ બકવાસ છે. જમીયત પાસે મને […]

Top Stories India
Rajeev Dhawan અયોધ્યા કેસ/ મુસ્લિમ પક્ષનાં વકીલ રાજીવ ધવનને કેસમાંથી હટાવાયા, જાણો તેઓ શું કહે છે

અયોધ્યા રામ જન્મભૂમિ વિવાદમાં એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હવે આ કેસમાંથી મુસ્લિમ પક્ષનાં એડવોકેટ રાજીવ ધવનને હટાવી દેવામાં આવ્યા છે. રાજીવ ધવને પોતાની ફેસબુક પોસ્ટ દ્વારા આ વાત કહી છે. તેમણે આમા કહ્યું છે કે મારી તબિયત સારી નહીં હોવાથી મને કેસમાંથી કાઠી મૂકવામાં આવ્યો છે. આ બકવાસ છે. જમીયત પાસે મને કેસમાંથી દૂર કરવાનો અધિકાર છે પરંતુ આપેલું કારણ ખોટું છે.

રાજીવ ધવને કહ્યું કે મને જમીયત કેસમાં તપાસ કરી રહેલા (એડવોકેટ ઓન રેકોર્ડ) ઇજાઝ મકબુલ દ્વારા બરતરફ કરવામાં આવેલ છે. મને કોઈ માંગ વગર બરતરફ કરવાનો પત્ર મોકલવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે, રાજીવ ધવને સુન્ની વક્ફ બોર્ડ અને અન્ય મુસ્લિમ પક્ષો તરફથી સુપ્રીમ કોર્ટમાં પક્ષ મૂક્યો હતો. તેમણે કહ્યું કે હવે તે આ કેસમાં સામેલ થશે નહીં. મને કહેવામાં આવ્યું છે કે મદને મારી બરતરફી વિશે વાત કરી છે. મારા સ્વાસ્થ્યને ટાંકીને મને આ કેસથી દૂર કરવામાં આવ્યો છે જે બિલકૂલ ખોટી વાત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.