તુર્કીની સંસદે મંગળવારે ગાઝામાં સંઘર્ષ વચ્ચે ઈઝરાયલને કથિત સમર્થનને લઈને તેની રેસ્ટોરાંમાંથી કોકા-કોલા અને નેસ્લે ઉત્પાદનોને હટાવી દીધા છે. મીડિયા રિપોર્ટ અનુસાર, દેશની ગ્રાન્ડ નેશનલ એસેમ્બલીએ કંપનીઓનું નામ લીધા વિના કહ્યું, ‘ઈઝરાયલને સમર્થન આપતી કંપનીઓના ઉત્પાદનો સંસદ સંકુલમાં રેસ્ટોરાં, કાફેટેરિયા અને ટી હાઉસમાં વેચવામાં આવશે નહીં.’
સંસદીય સૂત્રએ જણાવ્યું હતું કે, મેનૂમાંથી કોકા-કોલા બેવરેજીસ અને નેસ્લે ઇન્સ્ટન્ટ કોફી એ એકમાત્ર બ્રાન્ડ છે જેને દૂર કરવામાં આવી છે. આ નિર્ણય ઈઝરાયલને સમર્થન આપવા બદલ ‘આ કંપનીઓ સામે પ્રચંડ જનઆક્રોશ’ની પ્રતિક્રિયા છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, ન તો સંસદના નિવેદનમાં અને ન તો સ્ત્રોતે સમજાવ્યું કે કોકા-કોલા અને નેસ્લેએ ઈઝરાયેલના યુદ્ધ પ્રયાસને કેવી રીતે સમર્થન આપ્યું છે.
પાછલા મહિને નેસ્લેએ જણાવ્યું હતું કે. તેમણે “સાવચેતી” તરીકે ઈઝરાયલમાં તેના એક ઉત્પાદન પ્લાન્ટને અસ્થાયી રૂપે બંધ કરી દીધો છે, જે યુદ્ધનો પ્રતિસાદ આપનાર પ્રથમ ગ્રાહક ઉત્પાદનોની કંપની બની છે.
તુર્કીના કાર્યકરોએ તાજેતરના દિવસોમાં સોશિયલ મીડિયા પોસ્ટ્સમાં બંને કંપનીઓના નામ આપ્યા છે. આ કાર્યકરો ઈઝરાયલી ચીજવસ્તુઓ અને પશ્ચિમી કંપનીઓના બહિષ્કાર માટે હાકલ કરે છે જેને તેઓ ઇઝરાયલને સમર્થન કરે છે.
આ પણ વાંચો: Diwali 2023/ દિવાળી સુધી દરરોજ ખરીદી માટે શુભ મુહૂર્ત, જાણો રાજયોગનું વિશેષ મહત્ત્વ
આ પણ વાંચો: આજનું રાશિફળ/ કર્ક રાશિના જાતકોને મોટો ફાયદો, જાણો તમારું આજનું રાશિ ભવિષ્ય
આ પણ વાંચો: પ્રતિબંધ/ તુર્કી સંસદમાં કોકા કોલા અને નેસ્લે ઉત્પાદનો પર આ કારણથી લગાવ્યો પ્રતિબંધ