Ahmedabad News/ અમદાવાદમાં CNG ભાવવધારાની સીધી અસર, રિક્ષા અને ઓનલાઈન ટેક્સી ભાડામાં 15થી 20% વધારો

અમદાવાદમાં સીએનજી ગેસ (CNG Price Hike)ના વધેલા ભાવને કારણે હવે રિક્ષા અને ઓનલાઈન ટેક્સી મુસાફરી મોંઘી બની ગઈ છે. શહેરમાં રિક્ષા ભાડામાં 15થી 20 ટકા સુધી વધારો નોંધાયો છે, જ્યારે ઓનલાઈન ટેક્સી કંપનીઓએ પણ ભાડામાં વધારો કર્યો છે. વધતા ખર્ચને કારણે મધ્યમવર્ગ, વિદ્યાર્થીઓ અને નોકરિયાત લોકોના માસિક બજેટ પર સીધી અસર પડી રહી છે.

Top Stories Ahmedabad Breaking News
પેટ્રોલ-ડિઝલ બાદ હવે CNG Price Hike,ઓટો-ટેક્સી ભાડું વધ્યું

Ahmedabad News: અમદાવાદમાં પેટ્રોલ અને ડિઝલ બાદ હવે CNG ગેસ (CNG Price Hike)ના ભાવમાં થયેલા વધારાની સીધી અસર જાહેર પરિવહન વ્યવસ્થામાં જોવા મળી રહી છે. ખાસ કરીને ઓટો રિક્ષા અને ઓનલાઈન ટેક્સી સેવાઓના ભાડામાં વધારો થતા સામાન્ય મુસાફરોના ખિસ્સા પર વધારાનો બોજ પડ્યો છે.

અમદાવાદમાં CNG Price Hikeનો સીધો ફટકો

મિડલ ઈસ્ટમાં વધતી યુદ્ધ જેવી પરિસ્થિતિ વચ્ચે આંતરરાષ્ટ્રીય બજારમાં ઈંધણના ભાવમાં તેજી જોવા મળી રહી છે. તેની અસર ભારતના ઈંધણ બજાર પર પણ પડી રહી છે. અમદાવાદમાં વર્ષની શરૂઆતમાં CNG (CNG Price Hike)નો ભાવ આશરે 82 રૂપિયા પ્રતિ કિલો હતો, જ્યારે એપ્રિલ અને મે મહિનામાં થયેલા સતત વધારા બાદ હાલ ભાવ 86 રૂપિયા પ્રતિ કિલોથી પણ વધુ પહોંચ્યો છે.

CNG (CNG Price Hike)ના વધેલા દરોને કારણે શહેરમાં રિક્ષા ભાડામાં અંદાજે 15થી 20 ટકાનો વધારો નોંધાયો છે. અગાઉ જે અંતર માટે 30 રૂપિયા ભાડું લેવામાં આવતું હતું, તે જ અંતર માટે હવે 35થી 40 રૂપિયા સુધી ચૂકવવા પડી રહ્યા છે. બીજી તરફ ઓનલાઈન ટેક્સી સેવા આપતી કંપનીઓએ પણ ભાડામાં 5થી 10 રૂપિયાનો વધારો કર્યો હોવાનું સામે આવ્યું છે.

આ ભાવવધારાની સૌથી વધુ અસર નોકરિયાત વર્ગ, વિદ્યાર્થીઓ અને મધ્યમવર્ગીય પરિવારો પર પડી રહી છે. રોજિંદા ટૂંકા અંતરની મુસાફરી માટે વધારાનું ભાડું ચૂકવવું મુશ્કેલ બની રહ્યું છે. તેમ છતાં, વિકલ્પના અભાવે લોકોને વધારાનો ખર્ચ સહન કરવો પડી રહ્યો છે.

ઓટો રિક્ષાચાલક વેલ્ફેર એસોસિયેશનના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે વાહનવ્યવહાર વિભાગ દ્વારા દર વર્ષે રિક્ષા ભાડાનો રિવ્યુ થવો જોઈએ, પરંતુ વર્ષ 2022 બાદ કોઈ સત્તાવાર સમીક્ષા કરવામાં આવી નથી. બીજી તરફ સીએનજીના ભાવ, સ્પેર પાર્ટ્સ, ટાયર, પાર્સિંગ અને ફિટનેસ ફી સહિતના ખર્ચામાં સતત વધારો થતા રિક્ષાચાલકો માટે રોજગારી ચલાવવી મુશ્કેલ બની રહી છે.

એસોસિયેશનના જણાવ્યા અનુસાર અમદાવાદમાં આશરે અઢી લાખ જેટલા રિક્ષાચાલકો આ પરિસ્થિતિથી પ્રભાવિત થયા છે અને ભાડામાં વધારો કરવા માટે સરકાર સમક્ષ રજૂઆત પણ કરવામાં આવી છે. જોકે હાલ સુધી સત્તાવાર રીતે કોઈ નવો ભાડાદર જાહેર કરવામાં આવ્યો નથી.


આ પણ વાંચો:CNG ભાવ વધારો: અમદાવાદમાં ₹83 પાર, રિક્ષાચાલકોનો ફાટી નીકળ્યો ગુસ્સો

આ પણ વાંચો:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઇંધણ બચાવવા ડિજિટલ મીટિંગ કરશે

આ પણ વાંચો:અમદાવાદમાં નશાના કારોબાર પર પોલીસનો પ્રહાર, 317 કફ સીરપ બોટલ સાથે આરોપી ઝડપાયો