Ahmedabad News: અમદાવાદ શહેરમાં નશાના ગેરકાયદેસર કારોબાર સામે પોલીસ વધુ સતર્ક બની છે. શહેરના દાણીલીમડા વિસ્તારમાં પોલીસે નશીલા કફ સીરપ (Cough syrup)ના મોટા જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે લાખો રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે.
કોમ્બિંગ દરમિયાન મળી મોટી સફળતા
મળતી માહિતી મુજબ, દાણીલીમડા પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગ અને કોમ્બિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી કે એક રિક્ષામાં નશીલા કફ સીરપ (Cough syrup)નો જથ્થો સપ્લાય કરવામાં આવી રહ્યો છે. પોલીસે તરત જ વોચ ગોઠવી અને શંકાસ્પદ રિક્ષાને રોકી તપાસ હાથ ધરી. તપાસ દરમિયાન સાહિલ શેખ નામના આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. રિક્ષાની તલાશી લેતા તેમાંથી પ્રતિબંધિત કફ સીરપની કુલ 317 બોટલો મળી આવી હતી.

Cough syrup મુદ્દામાલ કબજે, આરોપી ધરપકડમાં
આ કામગીરી દરમિયાન પોલીસે માત્ર કફ સીરપ (Cough syrup) જ નહીં પરંતુ આરોપી પાસેથી મોબાઈલ ફોન, રોકડ રકમ અને ગુનામાં વપરાયેલી CNG ઓટો રિક્ષા સહિત કુલ રૂ. 1.21 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.મુખ્ય આરોપી સાહિલ શેખની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે આ કેસમાં સંડોવાયેલા અન્ય એક સાગરિતને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.
NDPS એક્ટ હેઠળ કાર્યવાહી
પ્રિસ્ક્રિપ્શન વગર અને નશાના હેતુથી વેચાતી કફ સીરપ (Cough syrup)ના આ કેસમાં પોલીસે NDPS Act હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.પોલીસ હવે તપાસ કરી રહી છે કે આ નશીલો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને અમદાવાદના કયા વિસ્તારોમાં સપ્લાય થવાનો હતો.
આ પણ વાંચો:વટામણ ચોકડી પાસેથી પ્રતિબંધિત કફ સીરપનો જથ્થો પકડાયો
આ પણ વાંચો:વડોદરામાં લાખો રૂપિયાની નશાની દવાઓ જપ્ત કરાઈ, કઈ રીતે યુવાનો લઈ રહ્યાં છે ડ્રગ્સ
આ પણ વાંચો:દાણીલીમડામાં નશાકારક કફ સીરપની બોટલોનું ગેરકાયદે વેચાણ કરતા શખ્સની ધરપકડ
