Ahmedabad News : દાણીલીમડા પોલીસને માહિતી મળી હતી કે દાણીલીમડાના બેરલ માર્કેટ વિસ્તારમાં ફાતેમા ફ્લેટમાં સરફરાઝ સુરતવાલા નામનો શખ્સ પોતાના મકાનમાં ગેરકાયદે નશાકારક કફ સીરપ બોટલોનું વેચાણ કરે છે.જેને આધારે પોલીસે દાણીલીમડામાં નબીનગરની બાદમાં બેરલ માર્કેટ પાછળ અલહબીબ સોસાયટીના ફાતમા ફ્લેટ પર દરોડો પાડ્યો હતો. અહીંથી પોલીસે સરફરાઝ હાજીમોહંમદ સુરતવાલા(32)ની ધરપકડ કરી હતી. તેની પાસેથી પોલીસે કોડીન ફોસ્ફેટ નશાકારક કફ સીરપની કુલ-46 બોટલો કબજે કરી હતી.
પોલીસે કફ સીરપની બોટલો તથા મોબાઈલ વગેરે મળીને રૂ.13,510 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.પોલીસે જણાવ્યું હતું. કફ સીરપની આ બોટલ અંગે પુછપરછ કરતા આરોપી સરફરાઝે દાણીલીમડા હિમાલયા બેકરીની પાસે આવેલા આસીફભાઈના મેડિકલ સ્ટોર પરથી વગર બિલે આ કફ સીરપની બોટલો ખરીદી હોવાનું કહ્યું હતું. જેને આધારે પોલીસે આસીફ નામના શખ્સની શોધ હાથ ધરી છે. આ કામગીરી દાણીલીમડા પોલીસ સ્ટેશનના સીનીયર પી.આઈ.જી.જે.રાવત અને તેમની ટીમે બજાવી હતી.
આ પણ વાંચો:અમદાવાદમાં વસ્ત્રાલ રિંગરોડ પર વિદ્યાર્થીને નડ્યો અકસ્માત
આ પણ વાંચો:ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર અકસ્માતનો સિલસિલો યથાવત, કાર અને રિક્ષા વચ્ચે ટક્કર
આ પણ વાંચો:બાવળા-બગોદરા હાઈવે પર સર્જાયો ગોઝારો અકસ્માત, 2નાં મોત, ઈજાગ્રસ્તો સારવાર હેઠળ
