Ahmedabad News/ અમદાવાદમાં ભગવાન મહાવીરના ૨૫૫૦મા નિર્વાણ વર્ષની 4 થી ઈન્ટરનેશનલ જૈન કોન્ફરન્સ યોજાશે

ભગવાન મહાવીરના મૂળભૂત સિદ્ધાંતો અહિંસા, સત્ય, અપરિગ્રડ, અનેકાંતવાદ જેવા વિષયો ઉપર સંશોધન પેપરોની સુંદર પ્રસ્તુતિ થશે

Gujarat Ahmedabad Breaking News

અમદાવાદમાં ભગવાન મહાવીરના ૨૫૫૦મા નિર્વાણ કલ્યાણક વર્ષની પુર્ણાહુતિ નિમિત્તે 4થી ઈન્ટરનેશનલ જૈન કોન્ફરન્સનું આયોજન તા. 11-12 જાન્યુઆરી, 2025ના રોજ ગુજરાત યુનિવર્સિટી ખાતે કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સમાં જૈનધર્મના મૂળભૂત સિદ્ધાંતો પર વિચાર-વિમર્શ કરવામાં આવશે અને સમગ્ર દુનિયામાં શાંતિ પૂર્ણ બદલાવ લાવવા માટેના ઉપાયો શોધવામાં આવશે. આ કોન્ફરન્સમાં જૈન સાધુ-સાધ્વીજી, આચાર્યો, વિદ્વાન, શોધકર્તા અને દુનિયાભરના જિજ્ઞાસુ લોકો ભાગ લેશે. કોન્ફરન્સની થીમ “જૈનધર્મનું વિશ્વને પ્રદાન અને ભવિષ્ય” રાખવામાં આવી છે.

આ એક ઐતિહાસિક ઘટના છે જેમાં ભગવાન મહાવીરના મૂળભૂત સિદ્ધાંતો અહિંસા, સત્ય, અપરિગ્રડ, અનેકાંતવાદ જેવા વિષયો ઉપર સંશોધન પેપરોની સુંદર પ્રસ્તુતિ થશે, જે સમગ્ર દુનિયામાં શાંતિ પૂર્ણ બદલાવ લાવવા માટે ઉપયોગી થશે. આ કોન્ફરન્સમાં જૈન સાધુ-સાધ્વીજી, આચાર્યો, વિદ્વાન, શોધકર્તા, દુનિયાભરના જિજ્ઞાસુ લોકો સાથે મળીને ચર્ચા કરશે. આ દ્વારા સમાજને અને રાષ્ટ્રને તે કેવી રીતે ઉપયોગી થશે તેના પર વિસ્તૃત પ્રકાશ પાડવામાં આવશે.

આ કોન્ફરન્સમાં વિદેશથી અનેક વિદ્વાનો તથા દેશના સમગ્ર પ્રાંતોમાંથી પણ સુપ્રસિદ્ધ વિદ્વાનો પધારશે. આ ઐતિહાસિક કોન્ફરન્સમાં જોડાઈને આપણે આપણાં જ્ઞાન, શ્રદ્ધા અને સંકલ્પને નવી ઊંચાઈ પર લઈ જઈએ. જ્યાં આપણે સમજીશું અને કંઇક નવું શીખીશું. આ પ્રસંગે સૌની સહભાગિતા આપણાં સમાજ અને દુનિયાને નવી માહિતી અને દિશા પ્રદાન કરશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મહાવીર જ્યંતિની થશે ઉજવણી ભગવાન મહાવીરના જન્મ કલ્યાણકની ઉજવણી 2621 માં જન્મકલ્યાણકની ઉજવણી જિનાલયો ભાવિક ભક્તોથી ઉભરાશે સાબરમતીથી ભવ્ય

આ પણ વાંચો: વડાપ્રધાન 21મી એપ્રિલે ભગવાન મહાવીર નિર્વાણ મહોત્સવનું કરશે ઉદ્ઘાટન

આ પણ વાંચો: 22 ઓગસ્ટ મંગળવારના રોજ ભગવાન મહાવીર સ્વામીની 90મી જયંતિની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી