and Prime Minister Narendra Modi/ વડાપ્રધાન 21મી એપ્રિલે ભગવાન મહાવીર નિર્વાણ મહોત્સવનું કરશે ઉદ્ઘાટન

આ પ્રસંગે ટપાલ ટિકીટ અને સિક્કો બહાર પાડશે

Gujarat Ahmedabad
Beginners guide to 2024 04 20T204152.871 વડાપ્રધાન 21મી એપ્રિલે ભગવાન મહાવીર નિર્વાણ મહોત્સવનું કરશે ઉદ્ઘાટન

Ahmedabad News : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21મી એપ્રિલે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે સવારે 10 વાગ્યે મહાવીર જયંતિના શુભ અવસર પર 2550માં ભગવાન મહાવીર નિર્વાણ મહોત્સવનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે વડાપ્રધાન એક સ્મારક ટિકિટ અને સિક્કો બહાર પાડશે અને આ પ્રસંગે સભાને પણ સંબોધિત કરશે.

24મા તીર્થંકર ભગવાન મહાવીરે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ જેવા જૈન સિદ્ધાંતો દ્વારા શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ અને વૈશ્વિક ભાઈચારાના માર્ગને પ્રકાશિત કર્યો હતો.

જૈનો મહાવીર સ્વામીજી સહિત દરેક તીર્થંકરના પાંચ કલ્યાણક (મુખ્ય પ્રસંગો) ઉજવે છે. ચ્યવન/ગર્ભ કલ્યાણક,  જન્મ કલ્યાણક,  દીક્ષા કલ્યાણક,  કેવલજ્ઞાન કલ્યાણક અને નિર્વાણ કલ્યાણક. 21મી એપ્રિલ 2024 ના રોજ ભગવાન મહાવીર સ્વામીનો જન્મ કલ્યાણક છે અને સરકાર જૈન સમુદાય સાથે ભારત મંડપમમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરીને આ પ્રસંગની ઉજવણી કરી રહી છે, જ્યારે જૈન સમુદાયના સંતો મંડળને આશીર્વાદ આપી રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઓરેવા ફરીથી સાણસામાંઃ ગુજરાત હાઇકોર્ટે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની નોટિસ ફટકારી

આ પણ વાંચો: અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન જ સાબરમતીને કરે છે ગંદી, પછી બીજાની ક્યાં વાત કરવી

આ પણ વાંચો: પાલનપુરમાં 17 લાખ રૂપિયાનું 2,700 કિલો બનાવટી ઘી પકડાયું

આ પણ વાંચો:રાજકોટમાં 13 વર્ષના બાળકનું ક્રિકેટ રમતા-રમતા મોત