ગુજકેટ/ ગુજકેટની ટિકિટ ઓનલાઇન અપલોડ કરવામાં આવી

શિક્ષણ બોર્ડ દ્વારા ઇજનેરી-ફાર્મસીમાં પ્રવેશ માટે લેવામાં આવનારી ગુજકેટની હોલ ટિકિટ ઓનલાઇન અપલોડ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ તથા સ્કૂલોએ વેબસાઇટ પરથી હોલટિકિટની પ્રિન્ટ મેળવી લેવાની રહેશે.

Top Stories Gandhinagar Gujarat
Beginners guide to 41 3 ગુજકેટની ટિકિટ ઓનલાઇન અપલોડ કરવામાં આવી

ગાંધીનગરઃ શિક્ષણ બોર્ડ દ્વારા ઇજનેરી-ફાર્મસીમાં પ્રવેશ માટે લેવામાં આવનારી ગુજકેટની હોલ ટિકિટ ઓનલાઇન અપલોડ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ તથા સ્કૂલોએ વેબસાઇટ પરથી હોલટિકિટની પ્રિન્ટ મેળવી લેવાની રહેશે. પરીક્ષા વખતે હોલ ટિકિટ સાથે વિદ્યાર્થીઓએ પોતાનું એક ફોટો આઇડી પ્રૂફ સાથે રાખવાનું રહેશે.

હોલ ટિકિટની પ્રિન્ટ કાઢ્યા પછી તેના પર શાળાના આચાર્યના સહીસિક્કા કરાવવાની જરૂર નથી. ફક્ત હોલટિકિટ અને આઇડી પ્રૂફના ધારે વિદ્યાર્થીઓને પરીક્ષા ખંડમાં પ્રવેશવા દેવાશે. શિક્ષણ બોર્ડ 31 માર્ચના રોજ ગુજ કેટ લેનારું છે. ગુજકેટમાં સમગ્ર રાજ્યમાંથી 1,37,700 વિદ્યાર્થીઓ નોંધાયા છે અને રાજ્યના 34 કેન્દ્રો પર સવારના દસ વાગ્યાથી ચાર વાગ્યા દરમિયાન ગુજકેટ લેવામાં આવનાર છે.

શિક્ષણ બોર્ડ ખાતે નોંધાયેલી સાયન્સ સ્ટ્રીની સ્કૂલો પોતાનો ઇન્ડેક્સ નંબર તથા રજિસ્ટર્ડ મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને શાળાના ગુજકેટના ઉમેદવારોના એડમિશન કાર્ડ ડાઉનલોડ કરીને બધા વિદ્યાર્થીઓને વિતરણ કરી શકશે.

ગુજકેટ માટેના એડમિશન કાર્ડ ફક્ત ઓનલાઇન માધ્યમથી જ મળશે.  આ કાર્ડ પરીક્ષાખંડમાં પ્રવેશ માટે માન્ય હશે.  ગુજકેટના સ્થળસંચાલક તરીકે શાળાના આચાર્યએ ફરજ નીભાવવાની રહેશે. અન્ય કર્મચારીને કામગીરી સોંપી શકાશે નહીં.

અમદાવાદ શહેરમાં 62 શાળામાં ગુજકેટ પરીક્ષા લેવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્કૂલોના આચાર્યોને સ્થળ સંચાલક તરીકેના આદેશ જારી કરી દેવાયા છે. ગુજકેટ માટેની હોલ ટિકિટ બોર્ડ દ્વારા વેબસાઇટ પર અપલોડ કરવામાં આવી છે.

વિદ્યાર્થીઓએ હોલટિકિટ વેબસિટ પરથી ડાઉનલોડ કરવાની રહેશે. તેમા ઉમેદવારોએ ગુજકેટ માટે ભરેલા આવેદનપત્રમાં નોંધાયેલો મોબાઇલ નંબર અથવા ઇ-મેઇલ આઇડી અને જન્મતારીખ થવા એપ્લિકેશન નંબર દાખલ કરી એડમિશન કાર્ડ ડાઉનલોડ કરી શકશે. ઉમેદવારો પોતાના નામ પરથી એડમિશન કાર્ડ સર્ચ કરી જન્મ તારીખની વિગત ભરી ડાઉનલોડ કરી શકશે.


આ પણ વાંચોઃરાજ્યમાં હીટવેવની ચેતવણી, નેતાઓને ગરમીમાં કરવો પડશે પ્રચાર

આ પણ વાંચોઃયુજીસીની લોકપાલ નીમવાની સૂચનાને ઘોળીને પી ગઈ ગુજરાતની 20 યુનિવર્સિટી

આ પણ વાંચોઃ પોલીસકર્મીએ હાથ લારીને લીધી અડફેટે, ત્યારબાદ તપાસમાં થયેલા ખુલાસાને વાંચશો તો…