student visa/ ઓસ્ટ્રેલિયા સરકારે વિઝાનાન નિયમો કડક બનાવ્યા

ભારતીય વિદ્યાર્થીઓને મોટો ઝટકો

Top Stories World
Beginners guide to 47 2 ઓસ્ટ્રેલિયા સરકારે વિઝાનાન નિયમો કડક બનાવ્યા

 


world News : અભ્યાસ માટે ઓસ્ટ્રેલિયા જતા વિદ્યાર્થીઓ માટે અગત્યના સમાચાર સામે આવ્યા છે. ઓસ્ટ્રેલિયન સરકારે  વિઝાનાન નિયમો કડક બનાવ્યા છે. વિદ્યાર્થીનીન જેન્યુઈન સ્ટુડન્ટ ટેસ્ટ લેવામાં આવશે. જ્યારે સ્નાતક વિઝા માટે આઈએલટીએસ સ્કોર 6.0થી વધારીને 6.5 કરાયો છે. ઉપરાંત સ્ટુડન્ટ વિઝા માટે આ રેટ 5.5 થી વધારીને 6.0 કરાયો છે. તે સિવાય અરજી કરનારે 24,505 ડોલરની બચત પણ દર્શાવવી પડશે.

આમ કેનેડા બાદ હવે વિદ્યાર્થીઓને ઓસ્ટ્રેલિયા જવું મુશ્કેલ બનશે.  વિદ્યાર્થી ખરેખર અભ્યાસ માટે જઈ રહ્યો છે કે કેમ તે અંગે નિર્ણય લેવાશે. કેનેડા અને યુકે બાદ અભ્યાસ વિઝા માટે તેના ઈમીગ્રેશન નિયમોને કડક બનાવવાની તૈયારી ચાલી રહી છે. 23 માર્ચથી જેયુઈન સ્ટુડન્ટ વિઝા માટે જેન્યુઈન ટેમ્પરરી એન્ટ્રન્ટના નિયમોમાં બદલાવ કર્યો છે. આ ફેરફારની જાહેરાત 11 ડિસેમ્બર 2023ના રોજ કરવામાં આવી હતી. જોકે તે 23 માર્ચ 2024 પછી ફાઈલ કરાયેલી વિઝા અરજીઓ ઉપર જ લાગુ થશે.

અભ્યાસ માટે ઓસ્ટ્રેલિયામાં અસ્થાયી રૂપે રહેવા તથા બાદમાં વતન પરત જવાના ઈરાજાને દર્શાવવા માટે જીટીઈ સ્ટેટમેન્ટ વિઝા અરજી પ્રક્રિયાનો એક મહત્વપુર્ણ ભાગ છે. નવા નિયમો મુજબ ટેમ્પરરી ગ્રેજ્યુએટ વિઝા માટે આઈઈએલટીએસ સ્કોર વધીને 6.5 થશે. વિદ્યાર્થી વિઝા માટે આઈઈએલટીએસ 5.5 થી વધીને 6 થશે. જ્યારે ટીજીવી માટે ટેસ્ટ વેલીડીટી વિન્ડો 3 વર્ષથી ઘટીને 1 વર્ષ થશે. ટીજીવી અરજદારોએ વિઝાની અરજીની તારીખથી એક વર્ષમાં અંગ્રેજી ભાષાની પરીક્ષા પુર્ણ કરવાની રહેશે.

તે સિવાય ઓસ્ટ્રેલિયન સરકારે તમામ વિદેશી વિદ્યાર્થીઓ માટે એક નવી પરીક્ષા પણ લેવામાં આવનાર છે. વિદ્યાર્થી વિઝા પાત્ર બનવા માટે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની બચતની રકમમાં પણ વધારો કરવામાં આવ્યો છે. અરજદારોએ હવે બચતમાં 24,505 ડોલરનો પુરાવો રજૂ કરવો પડશે. ઓસ્ટ્રેલિયન સરકારે અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓના પુરાવા, ઈમીગ્રેશન અને વિઝાની શરતો સહિત સંખ્યાબંધ પરિબળો ધ્યાનમાં રાખીને કેન્દ્રિત કર્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃરાજ્યમાં હીટવેવની ચેતવણી, નેતાઓને ગરમીમાં કરવો પડશે પ્રચાર

આ પણ વાંચોઃયુજીસીની લોકપાલ નીમવાની સૂચનાને ઘોળીને પી ગઈ ગુજરાતની 20 યુનિવર્સિટી

આ પણ વાંચોઃ પોલીસકર્મીએ હાથ લારીને લીધી અડફેટે, ત્યારબાદ તપાસમાં થયેલા ખુલાસાને વાંચશો તો…