ACB/ નસવાડીમાં લાંચ લેતા ઝડપાયેલ ઈજનેર પોલીસ જાપ્તામાંથી ફરાર

નસવાડીમાં લાંચ લેતા ડે.ઇજનેરની એસીબીએ રંગેહાથે ધરપકડ કરી હતી પરતું તે પોલીસ જપ્તામાંથી ફરાર થઇ જતા ખળભળાટ મચી જવા પામ્યો હતો,

Top Stories Gujarat
9 7 નસવાડીમાં લાંચ લેતા ઝડપાયેલ ઈજનેર પોલીસ જાપ્તામાંથી ફરાર
  • નસવાડી: ACBના હાથે ઝડપાયેલ ડે.ઈજનેર ફરાર
  • લાંચ લેતા ઝડપાયેલ ઈજનેર પોલીસ જાપ્તામાંથી ફરાર
  • નસવાડી પંચાયત ડે. ઈજનેર હરેશ ચૌધરી ફરાર
  • બે લાખની લાંચ લેતા ઝડપ્યો હતો ACBએ
  • ડે. ઈજનેરની ધરપકડ કરી સર્કિટ હાઉસમાં લવાયો હતો
  • સર્કિટ હાઉસમાં લવાયાના કલાકોમાં જ થયો ફરાર
  • કોન્ટ્રાકટર અને અન્ય વ્યક્તિ જોડે કારમાં ફરાર થયાની આશંકા
  • ACB સાથે નસવાડી ટાઉન પોલીસ પણ દોડતી થઇ

નસવાડીમાં લાંચ લેતા ડે.ઇજનેરની એસીબીએ રંગેહાથે ધરપકડ કરી હતી પરતું તે પોલીસ જપ્તામાંથી ફરાર થઇ જતા ખળભળાટ મચી જવા પામ્યો હતો, પોલીસને હાથતાળી આપીને ફરાર થઇ ગયેલા ઇજનેર પકડવા પોલીસ એલર્ટ થઇ ગઇ છે, અને અનેક સ્થળો પર નાકાબંધી કરાવી છે. ઉલ્લેખનીય છે કે નસવાડી પંચાયતમાં ડે.ઇજનેર હરેશ ચૌધરી બે લાખની લાંચ લેતા ઝડપાયો હતો.

તેને લાંચના કેસામાં ધરપકડ કરીને તેને સર્કિટ હાઉસમાં લવાયો હતો ત્યાંથી તે પોલીસને હાથતાળી આપીને ફરાર થઇ ગયો હતો. કોન્ટ્રાકટર અને અન્ય કોઇ શખ્સ જોડે કારમાં ફરાર થઇ ગયો  હોવાની પ્રબળ આશંકા સેવાઇ રહી છે.પોલીસના જપ્તામાંથી ફરાર થઇ જતા પોલીસ પણ હરકતમાં આવી ગઇ છે અને તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.