યોજના/ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોન્ચ કરી “ગતિ શક્તિ યોજના”,અનેક પ્રોજેકટને પ્રોત્સાહન મળશે

ગતિ શક્તિ દેશ માટે નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો માસ્ટર પ્લાન છે. તે અર્થતંત્રને ઇન્ટિગ્રેટેડ માર્ગ આપશે. ગતિ શક્તિ યોજના તમામ અવરોધો અને મુશ્કેલીઓ દૂર કરશે.

Top Stories
pppppp વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોન્ચ કરી "ગતિ શક્તિ યોજના",અનેક પ્રોજેકટને પ્રોત્સાહન મળશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​એક કાર્યક્રમમાં ‘પ્રધાનમંત્રી ગતિ શક્તિ યોજના’ લોન્ચ કરી છે . આ યોજના આશરે 100 લાખ કરોડ રૂપિયાના માળખાકીય પ્રોજેક્ટ્સના વિકાસને વેગ આપશે.પીએમ મોદીએ આ વખતના સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લા પરથી આ યોજનાની જાહેરાત કરી હતી. પ્રધાનમંત્રી ગતિ શક્તિ યોજનાનો ઉદ્દેશ ઔદ્યોગિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાની સાથે સાથે એરપોર્ટ, નવા રસ્તાઓ અને રેલ યોજનાઓ સહિત ટ્રાફિકની વ્યવસ્થામાં સુધારો કરવાનો છે. આ દ્વારા યુવાનો માટે રોજગારીની નવી તકો ઉભી કરવામાં આવશે.

ગતિ શક્તિ દેશ માટે નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો માસ્ટર પ્લાન છે. તે અર્થતંત્રને ઇન્ટિગ્રેટેડ માર્ગ આપશે. ગતિ શક્તિ યોજના તમામ અવરોધો અને મુશ્કેલીઓ દૂર કરશે. સામાન્ય માણસની મુસાફરીનો સમયમા ઘટાડો થશે, ઉત્પાદકોને મદદ મળશે. અમૃત કાળના આ દાયકામાં ગતિની શક્તિ ભારતના પરિવર્તનનો આધાર બનશે.

દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને વેગ આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે મલ્ટી મોડલ કનેક્ટિવિટી માટે રાષ્ટ્રીય માસ્ટર પ્લાન ‘PM ગતિ શક્તિ યોજના’ લોન્ચ કરશે. આ માટે 16 મંત્રાલયોનું ગ્રુપ બનાવવામાં આવ્યું છે, જે મુખ્યત્વે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સંબંધિત છે. જેમાં રેલવે, માર્ગ પરિવહન, જહાજ, IT, કાપડ, પેટ્રોલિયમ, ઉર્જા, ઉડ્ડયન જેવા મંત્રાલયોનો સમાવેશ થાય છે. આ મંત્રાલયોના તમામ ચાલુ પ્રોજેક્ટ્સ અથવા 2024-25 સુધીમાં પૂર્ણ થવાની યોજનાઓને ગતિ શક્તિ હેઠળ GIS મોડ પર મૂકવામાં આવશે.

વિકાસને આ રીતે મળશે ગતિ

  • ગતિ શક્તિ યોજના દ્વારા દેશમાં ઉડાન (UDAN) અંતર્ગત પ્રાદેશિક જોડાણને વેગ આપવામાં આવશે. વર્ષ 2024-25 સુધીમાં એરપોર્ટ/હેલિપોર્ટ/વોટર એરોડ્રોમની સંખ્યા વધીને 220 થઈ જશે.
  • નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) દ્વારા સંચાલિત નેશનલ હાઇવે 2024-25 સુધીમાં લંબાઇમાં બે લાખ કિમી સુધી વિસ્તૃત કરવામાં આવશે.
  • સંરક્ષણ ઉત્પાદનમાં પણ નોંધપાત્ર તેજી આવશે. લગભગ 20,000 કરોડના રોકાણ સાથે ઉત્તર પ્રદેશ અને તમિલનાડુમાં બે ડિફેન્સ કોરિડોર બનાવવાની યોજના છે.
  • આ યોજના સાથે, દેશમાં રેલવેની કાર્ગો હેન્ડલિંગ ક્ષમતા 2024-25 સુધીમાં 1200 મેટ્રિક ટનથી વધારીને 1600 મેટ્રિક ટન કરવામાં આવશે. તેનાથી બે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરના નિર્માણને પણ વેગ આપશે.
  • 2024-25 સુધીમાં દેશમાં ગેસ પાઇપલાઇન નેટવર્કને બમણું કરીને 34,500 કિમી સુધી કરવાની યોજના છે.
  • 2027 સુધીમાં દરેક રાજ્યને નેચરલ ગેસ પાઇપલાઇન સાથે જોડવાની સરકારની યોજનામાં ગતિ શક્તિ મહત્વની ભૂમિકા ભજવશે.
  • વર્ષ 2024 સુધીમાં દૂરસંચાર વિભાગ દ્વારા 35 લાખ કિમી ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક નાખવાની યોજના છે. તેવી જ રીતે, ઉર્જા મંત્રાલય દ્વારા ટ્રાન્સમિશન નેટવર્કને વધારીને 4.52 લાખ કિમી સર્કિટ સુધી કરવામાં આવશે.
  • ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ દ્વારા દેશમાં લગભગ 200 મેગા ફૂડ પાર્ક બનાવશે, માછીમારી ક્લસ્ટરોને 202 સુધી વધારાશે, 15 લાખ કરોડના ટર્નઓવર સાથે 38 ઇલેક્ટ્રોનિક ક્લસ્ટરો, 90 ટેક્સટાઇલ ક્લસ્ટરો બનાવવા અને 110 ફાર્મા અને મેડિકલ ડિવાઇસ ક્લસ્ટર બનાવવાનું લક્ષ્ય છે.
  • માસ્ટર પ્લાન હેઠળ ચાર ઇન્ડસ્ટ્રીયલ ઝોન બનાવવાની દરખાસ્ત છે. આવો જ એક ઇન્ડસ્ટ્રીયલ ઝોન યુપીમાં દાદરી, કર્ણાટકમાં તુમુકુર અને મહારાષ્ટ્રમાં બિડકીન ખાતે હશે.