ODI World Cup 2023/ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજે કાંટાની ટક્કર, જાણો કોનું પલડું ભારે

વર્લ્ડ કપ 2023માં અત્યાર સુધીની બે સૌથી સફળ ટીમો એટલે કે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મુકાબલો થવાનો છે.

Top Stories Sports
YouTube Thumbnail 2023 10 22T094451.275 ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજે કાંટાની ટક્કર, જાણો કોનું પલડું ભારે

વર્લ્ડ કપ 2023માં અત્યાર સુધીની બે સૌથી સફળ ટીમો એટલે કે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મુકાબલો થવાનો છે. બંને ટીમોએ અત્યાર સુધીની તેમની તમામ મેચો જીતી છે અને બંને ટીમોના પોઈન્ટ સમાન છે પરંતુ નેટ રન રેટ મુજબ ન્યુઝીલેન્ડ પ્રથમ સ્થાને છે અને ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. આજની મેચ જીતીને ભારતીય ટીમ પોઈન્ટ ટેબલ પર કબજો કરવા માગશે, પરંતુ તે એટલું સરળ નથી કારણ કે આઈસીસી ટૂર્નામેન્ટમાં ન્યુઝીલેન્ડ સામે ભારતનો રેકોર્ડ ખૂબ જ ખરાબ રહ્યો છે.

વર્લ્ડ કપના ઈતિહાસમાં ન્યુઝીલેન્ડનું પલડું ભારે!

ODI ઈતિહાસમાં આ બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 116 ODI મેચ રમાઈ છે. જેમાં ભારતે 58માં અને ન્યુઝીલેન્ડે 50માં જીત મેળવી છે. આ સિવાય 7 મેચ અનિર્ણિત રહી છે અને એક મેચ ટાઈ રહી છે, પરંતુ જ્યારે વર્લ્ડ કપ જેવી મોટી ટૂર્નામેન્ટની વાત આવે છે, ત્યારે અહીં ન્યુઝીલેન્ડનું પલડું ભારે રહ્યું છે. વર્લ્ડ કપના ઈતિહાસમાં આ બંને ટીમો 9 વખત ટકરાયા છે. જેમાંથી 5માં ન્યુઝીલેન્ડ અને 3માં ભારતે જીત મેળવી છે. એક મેચ અનિર્ણિત રહી હતી. આવામાં ભારતીય ટીમ 2019 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં મળેલી હારને ક્યારેય ભૂલી શકશે નહીં.

જીત મહત્વપૂર્ણ છે

જો કે ભારતીય ટીમના વર્તમાન ફોર્મને જોતા તેમના માટે સેમીફાઈનલનો રસ્તો એટલો મુશ્કેલ નથી, પરંતુ ભારત આજની મેચમાં કિવી ટીમને હરાવીને સેમીફાઈનલ તરફ મજબૂત પગલું ભરવા ઈચ્છશે. આ સિવાય ટીમ ઈન્ડિયા 20 વર્ષથી આઈસીસી ટૂર્નામેન્ટમાં જીતના દુકાળને પણ ખતમ કરવા ઈચ્છશે.

ટીમ ઈન્ડિયાએ છેલ્લે વર્ષ 2003માં આઈસીસી ટૂર્નામેન્ટમાં ન્યુઝીલેન્ડ સામે જીત મેળવી હતી. ત્યારથી ભારતીય ટીમને સતત હારનો સામનો કરવો પડ્યો છે. જો બંને ટીમોની છેલ્લી 5-5 ODI મેચોની વાત કરીએ તો ન્યુઝીલેન્ડે તેની તમામ 5 મેચ જીતી છે જ્યારે ટીમ ઈન્ડિયાએ 4 મેચ જીતી છે અને એક મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે.


whatsapp ad White Font big size 2 4 ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજે કાંટાની ટક્કર, જાણો કોનું પલડું ભારે


આ પણ વાંચો: Earthquake/ નેપાળની ધરા ધણધણી, દિલ્હી-NCR, UP-બિહારમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા

આ પણ વાંચો: Israel Hamas War/ હિઝબુલ્લાહની ઈઝરાયલને ખુલ્લી ધમકી, કહ્યું-‘…ભારે કિંમત ચૂકવવી પડશે’

આ પણ વાંચો: BAJRANGBALI/ ‘હનુમાનજી’ના સાચા ભક્તોએ આ ખાસ બાબતોનું રાખવું જોઈએ ધ્યાન!