Not Set/ દરિયાથી 0 થી 5 કિમીની ત્રીજયામાં આવતા ગામડાઓ ખાલી કરવાનું શરૂ

દરિયાથી 0 થી 5 કિમીની ત્રીજયામાં આવતા ગામડાઓ ખાલી કરવાનું શરૂ કરી દેવાયું છે અંદાજે સાત હજાર લોકોનું આવતીકાલે સાંજ સુધીમાં સ્થળાંતર કરી દેવાશે.

Top Stories Gujarat Others Trending
cm 4 દરિયાથી 0 થી 5 કિમીની ત્રીજયામાં આવતા ગામડાઓ ખાલી કરવાનું શરૂ

કચ્છમાં તૌકતે વાવાઝોડાની આફત આવી રહી છે ત્યારે દરિયાઇ વિસ્તારો સલામતીના કારણોસર ખાલી કરી દેવાયા છે તંત્ર દ્વારા માછીમારો, અગરીયાઓ અને સ્થાનિક લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના અપાઈ છે જોકે માછીમારોએ તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા ન કરાઇ હોવાનું જણાવ્યું હતું કચ્છમાં માછીમારી માટે અબડાસાનું જખૌ બંદર મુખ્ય છે વાવાઝોડાની સૌથી વધુ અસર અહીં થવાની શક્યતા છે જેના પગલે જખૌ બંદરેથી ઓપરેટ થયેલી 200 જેટલો બોટો દરિયામાંથી પરત બોલાવી સલામત સ્થળે મૂકી દેવાઈ છે.

ગામ ખાલી કરી દેવાયું

જખૌ ગામ ખાલી કરી દેવાયું છે માછીમારોને દૂરના સ્થળે જવા તાકીદ કરાઈ છે જેથી હાથવગા વાહનો અને ઘરવખરી લઈ લોકો સ્થળાંતર કરી રહ્યા છે જોકે માછીમારે કહ્યું કે,એક તરફ કોરોનાની મહામારી બીજી તરફ વાવાઝોડાની મહામારી આમાં અમારે કયા જવું, ટિકિટના પૈસા નથી. તંત્ર મદદ કરે એવી માંગણી કરી હતી. બીજી તરફ જખૌ બંદરના મત્સ્યવિભાગના અધિકારીએ જણાવ્યું કે,માછીમારોનું સ્થળાંતર કરી દેવાયું છે હાલ તકેદારી માટે ગામ ખાલી કરી દેવાયું છે

કચ્છમાં તૌકેત વાવાઝોડાની આફ્તને લઈને તંત્રમાં દોડધામ મચી ગઇ છે જિલ્લામાં સૌથી વધુ અબડાસા તાલુકાના દરિયાઈ વિસ્તારમાં નુકશાની થવાની સંભાવના દેખાઈ રહી છે ત્યારે દરિયાથી 0 થી 5 કિમીની ત્રીજયામાં આવતા ગામડાઓ ખાલી કરવાનું શરૂ કરી દેવાયું છે અંદાજે સાત હજાર લોકોનું આવતીકાલે સાંજ સુધીમાં સ્થળાંતર કરી દેવાશે.

25 કિલોમીટરની ત્રીજયામાં આવતા 30 થી 35 ગામોમાં કાચા ઘરમા વસવાટ કરતા 12,500 લોકોનું પણ સ્થળાંતર કરાશે.

નાયબ કલેકટર અબડાસા પ્રવીણસિંહ જેતાવતે જણાવ્યું કે,અબડાસા તાલુકામાં વાવાઝોડાને લઈને તમામ વ્યવસ્થાઓ કરી દેવાઈ છે. 18 મી તારીખે સવારના સમયે વાવાઝોડું ત્રાટકે તેવી સંભાવના હવામાન વિભાગના આધારે મળી છે. હાલમાં કાંઠાલ વિસ્તારના 24 ગામો એલર્ટ પર છે. આવતીકાલે સાંજ સુધીમાં 7 હજાર લોકોનું સ્થળાંતર કરી દેવાશે. સૌથી વધુ જખૌમાં 2295 લોકોની વસ્તીનું સ્થળાંતર કરી દેવાયું છે.  હાલમાં 13 સભ્યોની એક એનડીઆરએફ ટીમ આવી છે. જેઓને જખૌની આરચિયન કંપની પાસે તૈનાત છે.આજ સાંજ થી લોકોના સ્થળાંતરની મેગા ઝુંબેશ શરૂ થવાની છે જેમાં પંચાયત, રેવન્યુ સહિતના વિભાગો જોડાશે લોકોને ઘરવખરી સાથે સચેત રહેવા અપીલ કરી હતી બીજી તરફ વાવાઝોડાને લઈને કોવિડ કેર સેન્ટરમાં કોઈ વિક્ષેપ ન સર્જાય એ માટે રાતા તળાવ અને નમો કોવિડ કેર સેન્ટરમાં ડિજી સેટ વસાવી લેવા સૂચના અપાઈ છે નલિયા સીએચસીમાં ડિજી સેટ અવેલેબલ છે જો સંભાવના વધશે. તો પ્લાન બી તરીકે 25 કિલોમીટરની ત્રીજયામાં આવતા 30 થી 35 ગામોમાં કાચા ઘરમા વસવાટ કરતા 12,500 લોકોનું પણ સ્થળાંતર કરાશે.

Untitled 170 દરિયાથી 0 થી 5 કિમીની ત્રીજયામાં આવતા ગામડાઓ ખાલી કરવાનું શરૂ

અરબી સમુદ્રમાં કચ્છ તરફ આગળ વધી રહેલા સંભવિત તૌકતે ચક્રવાતની કુદરતી આફત સામે પહોંચી વળવા તંત્ર દોડતું થયું છે ત્યારે લોકોમાં જાગૃતતા લાવવા અબડાસાના ધારાસભ્ય દ્વારા વહીવટી તંત્ર સાથે સંકલનમાં રહીને કામગીરી કરાઈ રહી છે. નલિયાની મામલતદાર કચેરી ખાતે પોલીસ, પાણી પુરવઠા, વિજ વિભાગ, આરોગ્ય સહિતના વહીવટીતંત્ર સાથે કલેકટર પ્રવિણા ડી.કે.નાં અઘ્યક્ષસ્થાને વર્ચ્યુઅલ મિટિંગ યોજાઈ હતી. જેમાં અબડાસાના ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજાએ ઉપસ્થિત રહીને દરેક વિભાગના અધિકારીઓને સંકલનમાં રહીને લોકોને મુશ્કેલી ન પડે તે અંગે જરૂરી સૂચનાઓ આપી હતી. તેમજ દરિયાઈ કાંઠા વિસ્તારના ગામડાઓ તેમજ જખૌ બંદરની મુલાકાત લઈને સ્થાનિક લોકોને સ્થળાંતર કરવા અપીલ કરી હતી. આ કુદરતી આફતનો સામનો કરવા વહીવટીતંત્ર દ્વારા જે સૂચનાઓ આપવામાં આવે તેનું પાલન કરવા અપીલ કરી હતી.

મુન્દ્રા તાલુકામાં માછીમારોના ૨૧૦૦ પરિવાર અને ૧૨૪ અગરિયાઓનું સ્થળાંતર કરાયું

કચ્છમાં આગામી ૧૮મી થી ૨૦મી મે સુધી સંભવિત તાઉ’તે વાવાઝોડું ત્રાટકે તેવું હવામાન વિભાગ દ્વારા બુલેટિન પ્રસારિત કરવામાં આવ્યું છે. આ તાઉ’તે ચક્રાવાતી વવાવાઝોડાંની આગાહીના પગલે મુન્દ્રા વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે અને તકેદારીના પગલારૂપે કાંઠાના વિસ્તારો પરના માછીમારો અને અગરિયાઓનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે જે અન્વયે મુન્દ્રા તાલુકામાં કુલ ૨૧૦૦ માછીમારોના પરિવાર અને ૧૨૪ જેટલા અગરીયાઓનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

Mundra 2 દરિયાથી 0 થી 5 કિમીની ત્રીજયામાં આવતા ગામડાઓ ખાલી કરવાનું શરૂ
આ તકે મુન્દ્રા જૂના પોર્ટ પરના ૪૦૦ માછીમારો, ભદ્રેશ્વર પાસે આવેલ રંધ બંદર કિનારે વસવાટ કરતા ૨૫૦૦ જેટલા માછીમારો, કુકડસર પાસે આવેલ બાવડી બંદર કિનારે ૬૦૦ જેટલા માછીમાર પરિવાર, વડાલાના હમીરામોરામાં ૧૨૦ માછીમાર પરિવાર, લુણી બંદર પર કિનારા પર વસવાટ કરતા ૮૦૦ માછીમાર પરિવાર, કોવાઈ પધ્ધર પાસે આવેલ મીઠાના સ્લોટના અગરિયાના ૧૨૪ જેટલા લોકોને આશ્રયસ્થાન અથવા તેમના ઘરે સ્થળાંતર કરવામાં આવ્યા છે.