ઉત્તર પ્રદેશ: BSP સુપ્રીમો માયાવતીએ આજે લખનઉમાં પાર્ટીના નેતાઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં માયાવતી ઉપરાંત ભત્રીજો અને રાષ્ટ્રીય સંયોજક આકાશ આનંદ પણ હાજર હતા. આ સિવાય વિધાયક દળના નેતા ઉમાશંકર સિંહ અને પ્રદેશ અધ્યક્ષ વિશ્વનાથ પાલ પણ જોવા મળ્યા હતા. આ બેઠકમાં 28 રાજ્યોના અધિકારીઓ પણ હાજર હતા.
મીડિયા રિપોર્ટ અનુસાર, બેઠક દરમિયાન BSP સુપ્રીઓએ આકાશ આનંદને પોતાનો ઉત્તરાધિકારી જાહેર કર્યો છે. હવે આગામી લોકસભાની ચૂંટણી અને તેની તૈયારીઓને લઈને આકાશ આનંદનું કદ વધવાના સંકેત મળી રહ્યા છે. જોકે, આકાશ આનંદ હાલમાં બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક છે અને માયાવતીના નાના ભાઈ આનંદ કુમારના પુત્ર છે.
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો: