Rajasthan/ રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના ઉમેદવારનું નિધન

રાજસ્થાનની કરણપુર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ગુરમીત સિંહ કુન્નરનું નિધન થયું છે.

Top Stories India
YouTube Thumbnail 18 1 રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના ઉમેદવારનું નિધન

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. રાજસ્થાનની કરણપુર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ગુરમીત સિંહ કુન્નરનું નિધન થયું છે. તેમની દિલ્હી AIIMSમાં સારવાર ચાલી રહી હતી. તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. પક્ષના સૂત્રોને ટાંકીને આ માહિતી સામે આવી છે.

12મી નવેમ્બરે AIIMSમાં દાખલ

વર્ષ 2018માં ગુરમીત સિંહ કુન્નર કરણપુર વિધાનસભા બેઠક પરથી જીત્યા હતા. તેમણે અપક્ષ પૃથ્વીપાલ સિંહ સંધુ અને ભાજપના સુરેન્દ્ર પાલ સિંહ ટીટીને હરાવ્યા હતા. 75 વર્ષીય ગુરમીત સિંહ કુન્નરને 12 નવેમ્બરે દિલ્હી AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના અવસાનથી કોંગ્રેસના સમર્થકોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

ચૂંટણી પહેલા બનેલી આ ઘટનાથી કોંગ્રેસને પણ નુકસાન થયું છે. કરણપુર બેઠક પર હવે શું નિર્ણય લેવામાં આવશે તે માત્ર ચૂંટણી પંચ નક્કી કરશે. વાસ્તવમાં અગાઉ રાજસ્થાનમાં 2018 વિધાનસભા ચૂંટણી દરમિયાન, અલવર જિલ્લાના રામગઢમાં બસપા ઉમેદવાર લક્ષ્મણ સિંહનું મૃત્યુ થયું હતું. આવી સ્થિતિમાં ત્યાં ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી માટે 25મી નવેમ્બરે મતદાન થવાનું છે. જેનું પરિણામ 3 ડિસેમ્બરે આવશે.


whatsapp ad White Font big size 2 4 રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના ઉમેદવારનું નિધન


આ પણ વાંચો: ઉત્તરકાશી ટનલ દુર્ઘટના, હવે અમેરિકાથી આવી રહ્યું છે મશીન

આ પણ વાંચો: બચકે રહેના રે બાબા….સેમિફાઈનલમાં ન્યુઝીલેન્ડના આ ખેલાડીથી રોહિત સેનાને ખતરો!

આ પણ વાંચો: 2000થી શરૂ થયેલી ‘સહારા’ હજારો કરોડની કંપની કેવી રીતે બની?