Uttarkashi/ ઉત્તરકાશી ટનલ દુર્ઘટના, હવે અમેરિકાથી આવી રહ્યું છે મશીન

યમુનોત્રી નેશનલ હાઈવે પર સિલક્યારા-ડંડાલગાંવ ટનલ તૂટી જવાને કારણે 40 શ્રમિકો છેલ્લા બે દિવસથી અંદર ફસાયેલા છે.

Top Stories India
YouTube Thumbnail 17 1 ઉત્તરકાશી ટનલ દુર્ઘટના, હવે અમેરિકાથી આવી રહ્યું છે મશીન

યમુનોત્રી નેશનલ હાઈવે પર સિલક્યારા-ડંડાલગાંવ ટનલ તૂટી જવાને કારણે 40 શ્રમિકો છેલ્લા બે દિવસથી અંદર ફસાયેલા છે. આ શ્રમિકોને બહાર કાઢવા માટે બીજી સ્ટીલ ટનલ બનાવવામાં આવી રહી છે. મંગળવારે બીજી ટનલ બનાવતી વખતે ફરી મુશ્કેલી ઉભી થઈ હતી. અહીં શ્રમિકો કાટમાળમાં હળવી સ્ટીલની પાઈપ નાખવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે ભૂસ્ખલન થયું. જેના કારણે બીજી ટનલ બનાવવાની પ્રક્રિયા ખોરવાઈ ગઈ હતી. આ દરમિયાન બે મજૂરો પણ ઘાયલ થયા હતા. ઘાયલોને એ જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ટેકનિકલ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર જો બધું બરાબર રહ્યું તો આજે અંદર ફસાયેલા તમામ 40 મજૂરો સુરક્ષિત બહાર આવી જશે. બચાવ કાર્યની દેખરેખ કરી રહેલા જિલ્લા મેજિસ્ટ્રેટ અભિષેક રુહેલાએ જણાવ્યું હતું કે માટી ખોદવાનું ઓગર મશીન અને 900 એમએમ વ્યાસની પાઇપ મંગળવારે સવારે જ પહોંચાડવામાં આવી હતી. ત્યાર બાદ ટનલ ડ્રિલિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. પરંતુ આમાં સફળતા મળી ન હતી.

અમેરિકાથી આવી રહી છે મશીન

શ્રમિકોને બહાર કાઢવા માટે છેલ્લા 75 કલાકથી બચાવ કાર્ય ચાલી રહ્યું છે. મંગળવારે અર્થ આગર મશીનની મદદથી માઇલ સ્ટીલ પાઇપમાંથી ટનલ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. જોકે, તેમાં સફળતા મળી ન હતી. ટેકનિકલ ક્ષતિઓને કારણે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલ અમેરિકન અર્થ આગર હવે મંગાવવામાં આવી રહ્યું છે.

નવી ટેક્નોલોજીથી બનેલું આ મશીન હર્ક્યુલસ એરક્રાફ્ટથી મંગાવવામાં આવ્યું છે. મશીન ચિન્યાલીસૌંડ એરસ્ટ્રીપ પહોંચશે. આ પછી ટનલ બનાવવાનું કામ શરૂ થશે. આ મશીન એક કલાકમાં 5 મીટર સ્ટીલ પાઇપ બોર કરી શકે છે. કેન્દ્રીય રાજ્ય મંત્રી જનરલ વીકે સિંહ પણ આજે ઘટનાસ્થળે પહોંચી રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 ઉત્તરકાશી ટનલ દુર્ઘટના, હવે અમેરિકાથી આવી રહ્યું છે મશીન


આ પણ વાંચો: બચકે રહેના રે બાબા….સેમિફાઈનલમાં ન્યુઝીલેન્ડના આ ખેલાડીથી રોહિત સેનાને ખતરો!

આ પણ વાંચો: 2000થી શરૂ થયેલી ‘સહારા’ હજારો કરોડની કંપની કેવી રીતે બની?

આ પણ વાંચો: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની સેમીફાઈનલ મેચની મજા બગાડશે વરસાદ?