PM Modi Visit/ PM મોદી ભગવાન બિરસા મૂંડાની જન્મજયંતિ પર આદિવાસી સમુદાયને 24,000 કરોડની યોજનાઓની ભેટ આપશે

આદિવાસીઓના ભગવાન બિરસા મુંડા એક સ્વતંત્રતા સેનાની અને સમાજ સુધારક હતા જેમણે દૂરના વિસ્તારોમાં રહેતા આદિવાસી સમાજમાં જાગૃતિ ફેલાવી હતી. બિરસા મુંડાએ અંગ્રેજો સામે પણ લડત આપી હતી

Top Stories India
YouTube Thumbnail 100 1 PM મોદી ભગવાન બિરસા મૂંડાની જન્મજયંતિ પર આદિવાસી સમુદાયને 24,000 કરોડની યોજનાઓની ભેટ આપશે

પીએમ નરેન્દ્ર મોદી બે દિવસની મુલાકાતે મંગળવારે રાત્રે 9.30 કલાકે રાંચી પહોંચ્યા હતા. રાંચીમાં દરેક ચોક પર તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજભવનમાં રાત્રિ રોકાણ બાદ 15 નવેમ્બરની સવારે ભગવાન બિરસા મુંડા રાંચીમાં સ્મૃતિ પાર્ક અને મ્યુઝિયમની મુલાકાતે પંહોચ્યા. આદિવાસી સમુદાયને વિકસિત કરવા અને મજબૂત કરવા લાભકારી યોજનાઓનું લોર્કાપણ કરશે. આ સિવાય પીએમ 8 કરોડ ખેડૂતોના ખાતામાં કિસાન સન્માન નિધિનો 15મો હપ્તો પણ મોકલશે.

15 નવેમ્બરનો દિવસ આદિવાસી ગૌરવ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે બિરસા મુંડાની જન્મજયંતિ છે. આદિવાસીઓ બિરસા મુંડાને પોતાના ભગવાન માને છે. અને આથી જ તેઓ દર વર્ષે પોતાના ભગવાન એવા બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણી કરે છે. પીએમ મોદીએ ભગવાન બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ આપતા આદિવાસી સમુદાયને 24,000 કરોડની યોજનાઓની ભેટ આપી. પીએમ મોદીએ કહ્યું કે આદિવાસી ગૌરવ દિવસ એ ભારતના આદિવાસી સમુદાયોના યોગદાનને સન્માનિત કરવાનો દિવસ છે.

રાંચીની મુલાકાતને લઈને પીએમ મોદીએ ટ્વીટ કર્યું કે મને ઝારખંડના લોકો સાથે તેમના ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણીમાં ભાગ લેવાનો ખાસ અવસર મળ્યો. તેમના જન્મસ્થળ ઉલિહાટુની મુલાકાત લેવાની તક મળી તે બદલ હું ખૂબ જ ગર્વ અનુભવું છું. ઝારખંડ તેના ખનિજ સંસાધનો તેમજ આદિવાસી સમાજના સાહસ, બહાદુરી અને સ્વાભિમાન માટે પ્રખ્યાત છે. અહીં મારા પરિવારના સભ્યોએ દેશની પ્રગતિમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

બિરસા મુંડા એક સ્વતંત્રતા સેનાની અને સમાજ સુધારક હતા જેમણે દૂરના વિસ્તારોમાં રહેતા આદિવાસી સમાજમાં જાગૃતિ ફેલાવી હતી. બિરસા મુંડાએ અંગ્રેજો સામે પણ લડત આપી હતી અને આઝાદી માટે વિદ્રોહ કરતા અંગ્રેજોએ ધરપકડ પણ કરી હતી. 15 નવેમ્બર 1875ના રોજ જન્મેલ બિરસા મુંડાનું અવસાન 9 જૂન 1900માં થયું. આદિવાસી ગૌરવ દિવસની ઉજવણી કરવાનો હેતુ પેઢીઓને સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય ગૌરવ જાળવવા માટે પ્રેરણા આપવાનો પણ છે.


whatsapp ad White Font big size 2 4 PM મોદી ભગવાન બિરસા મૂંડાની જન્મજયંતિ પર આદિવાસી સમુદાયને 24,000 કરોડની યોજનાઓની ભેટ આપશે


આ પણ વાંચો : Subrata Roy Sahara/ 2000થી શરૂ થયેલી ‘સહારા’ હજારો કરોડની કંપની કેવી રીતે બની?

આ પણ વાંચો : Bhai Beej/ ભાઈ બીજ પર વરસશે સુખ-સમૃદ્ધિ, જાણો ભાઈ-બહેનોએ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું

આ પણ વાંચો : આજનું રાશિફળ/ આ રાશિના જાતકોના વૈવાહિક સંબંધો રહેશે મધુર, જાણો તમારું આજનું રાશિ ભવિષ્ય