Rajasthan Accident/ રાજસ્થાનમાં ગમખ્વાર અકસ્માત, મથુરા દર્શન કરવા જઈ રહેલા 11 ગુજરાતીઓના મોત

રાજસ્થાનમાં ભયંકર રોડ અકસ્માત સામે આવ્યો છે જેમાં ટ્રક સતહેવ બસ અથડાતાં મુસાફરી કરી રહેલા 11 લોકોના મોત નિપજ્યાં છે

Top Stories Gujarat

રાજસ્થાનમાં ભયંકર રોડ અકસ્માત સામે આવ્યો છે જેમાં ટ્રક સતહેવ બસ અથડાતાં મુસાફરી કરી રહેલા 11 લોકોના મોત નિપજ્યાં છે તેમજ 20 ગંભીર રીતે ઘાયલ છે. રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં બુધવારે સવારે એક મોટો રોડ અકસ્માત થયો હતો. જેમાં પાછળથી એક ટ્રકે બસને ટક્કર મારી હતી. અકસ્માતની સૂચના મળતાજ પોલીસ દ્વારા બચાવ કામગીરી હાથ ધરાઇ

માહિતી અનુસાર મુસાફરોથી ભરેલી બસ ગુજરાતથી મથુરા તરફ જઈ રહી હતી. જેમાં બસના કાચ તૂટી ગયા હતા. જેને ઠીક કરવા  ડ્રાઈવરે બસ ઊભી રાખી અને તેને ઠીક કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. એજ સમયે ત્યારે પાછળથી આવતી ટ્રકે બસને ટક્કર મારી હતી.

જેના પર CM ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરી સંવેદના વ્યક્ત કરતાં જણાવ્યું કે  ‘રાજસ્થાનના ભરતપુર નજીક થયેલ માર્ગ અકસ્માતની ઘટના ખૂબ આઘાતજનક છે. અકસ્માતમાં ગુજરાતના યાત્રિકોએ જીવ ગુમાવ્યો છે. સૌ મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઇજાગ્રસ્ત યાત્રિકો જલ્દીથી સાજા થાય તેવી પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું.’

અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના નામ છે અંતુભાઈ લાલજીભાઈ ગયાણી જેમની ઉંમર 55 વર્ષ હતી,નંદરામ ભાઈ મથુરભાઈ ગયાણી જેમની ઉંમ 68 વર્ષ,લલ્લુભાઈ દયાભાઈ ગયાણી,ભરત ભાઈ ભીખા ભાઈ,લાલજી ભાઈ મનજી ભાઈ,અંબાબેન જીણાભાઈ,કંબુબેન પોપટભાઈ,રામુબેન ઉદાભાઈ,મધુબેન અરવિંદભાઈ દાગી,અંજુબેન થાપાભાઈ,તેમજ મધુબેન લાલજીભાઈ ચૂડાસમા.રાજસ્થાનમાં બનેલા આ ગોઝારા  અકસ્માતમાં મૃતકોના પરિવારને 4 લાખની સહાય જાહેર કરાઈ છે તેમજ ઘાયલોને 50 હજારની સહાય  જાહેર કરાઈ છે. મુંખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સહાય જાહેર કરી છે.

આ પણ વાંચો :genetic disease/બાળકનો જીવ બચાવવાનું અભિયાન બની ગયું અપીલ , આખા દેશે ₹10.5 કરોડનું ઈન્જેક્શન આપીને નવજીવન આપ્યું.

આ પણ વાંચો :Matsya 6000/દરિયામાંથી બહાર આવશે ખજાનો, મોદી સરકારનું આ ખાસ મિશન શું છે?

આ પણ વાંચો :Nitin Gadkari/ડીઝલ વાહનો પર 10% વધારાનો ટેક્સ લાગશે? કેન્દ્રીય મંત્રીએ કરી સ્પષ્ટતા