દેશની બીજા નંબરની સૌથી મોટી બેંક પંજાબ નેશનલ બેંકમાં થયેલા ૧૧૩૬૦ કરોડ રૂપિયાના ફ્રોડનો મામલો હવે રાજકારણમાં પણ ગરમાઈ રહ્યો છે. આ આ મામલાને લઇ હવે વિપક્ષી પાર્ટી કોંગ્રેસ દ્વારા પણ સત્તાધારી પક્ષ પર હુમલો બોલવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરુવારે ટ્વીટ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું.

રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે “નીરવ મોદી PM મોદી સાથે દાવોસમાં જોવામાં આવ્યા હતા”.
Guide to Looting India
by Nirav MODI1. Hug PM Modi
2. Be seen with him in DAVOSUse that clout to:
A. Steal 12,000Cr
B. Slip out of the country like Mallya, while the Govt looks the other way.— Rahul Gandhi (@RahulGandhi) February 15, 2018
રાહુલ ગાંધીએ ટ્વીટર દ્વારા હુમલો બોલતા જણાવ્યું હતું કે, “ભારતને લુંટવાનો કીમિયો નીરવ મોદીએ સમજાવ્યો છે. સૌથી પહેલા નરેન્દ્ર મોદીને ગળે મળો, દાવોસમાં પીએમ મોદી સાથે પણ દીખાવો. દેશના ૧૨૦૦૦ કરોડ રૂપિયા ચોરી કરો અને લલિત મોદી તેમજ વિજય માલ્યાની જેમ દેશમાંથી પૈસા લઈને ભાગી જાઓ“.
Randeep Surjewala of Congress: How can #NiravModi and Mehul Choksi dupe the entire banking system through forged Letters Of Understanding under the nose of Modi govt? Who is responsible for biggest bank loot scam unleashed by 'Chhota Modi'? pic.twitter.com/XQAEFWhKtZ
— The Times Of India (@timesofindia) February 15, 2018
કોંગ્રેસ ઉપાધ્યક્ષે વધુમાં જણાવ્યું, આ સમયે સરકાર માત્ર મો જોતી રહી ગઈ છે. આ ઉપરાંત રાહુલ ગાંધીએ ટ્વીટમાં એક હેશટેગનો ઉપયોગ કર્યો હતો જેમાં લખ્યું હતું કે #from1MODI2another એટલે “એક મોદી થી બીજા મોદી સુધીની કહાની“.
રાહુલ ગાંધી ઉપરાંત પાર્ટીના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પણ ટ્વીટ દ્વારા મોદી સરકાર પર હુમલો બોલ્યો હતો. મોદી સરકારને આ મામલે જવાબદાર ગણાવતા તેઓએ સવાલો પૂછતા જણાવ્યું,
- આરોપી નીરવ મોદી કોણ છે ?
- શું આ નવું #મોદી સ્કેમ છે ?
- શું આ મામલે પણ લલિત મોદી અને વિજય માલ્યાની જેમ સરકારના કોઈ અંદરના વ્યક્તિએ સુચના આપી હતી તેથી કાર્યવાહી થતા પહેલા તે વિદેશમાં ભાગી જાય ?
- શું આ જ નિયમ બની ગયો છે કે આરોપીઓને જનતાના પૈસા સાથે ભગાડી મુકવામાં આવે ?
- આ મામલા માટે કોણ જવાબદાર છે ?
મહત્વનું છે કે, પંજાબ નેશનલ બેંકની મુંબઈ સ્તિથ બ્રાંચમાં ગુરુવારે કુલ ૧૧,૩૬૦ કરોડ રૂપિયાનું ફ્રોડ ટ્રાન્જેકશન થયા હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ આ મામલે કાર્યવાહી કરતા અરબપતિ જવેલરી ડીઝાઇનર નિરવ મોદી વિરુદ્ધ FIR નોધવામાં આવી છે. અને નિરવ મોદી કેસમાં જોડાયેલ ૯ જગ્યાઓએ દરોડા પાડ્યા હતા.
