1 April Rule Change/ ઓટો સેક્ટરમાં 1 એપ્રિલથી ટોલ ટેક્સ અને કારની કિમંતો સહિત થયા મોટા બદલાવ

1 એપ્રિલ, 2024 થી ઓટો સેક્ટરમાં પણ ઘણા મોટા ફેરફારો થયા છે. ભારતમાં નવું નાણાકીય વર્ષ 1લી એપ્રિલથી શરૂ થાય છે. આવી સ્થિતિમાં ઓટો સેક્ટર સહિત અનેક ક્ષેત્રોમાં મોટા બદલાવ થયા છે.

Tech & Auto Top Stories

1 એપ્રિલ, 2024 થી ઓટો સેક્ટરમાં પણ ઘણા મોટા ફેરફારો થયા છે. ભારતમાં નવું નાણાકીય વર્ષ 1લી એપ્રિલથી શરૂ થાય છે. આવી સ્થિતિમાં ઓટો સેક્ટર સહિત અનેક ક્ષેત્રોમાં મોટા બદલાવ થયા છે. મહત્વનું છે કે ભારતમાં નવા નાણાંકીય વર્ષ સાથે અનેક નિયમોમાં ફેરફાર કરવામાં આવે છે, જે નવા નાણાકીય વર્ષ શરૂ થવા સાથે લાગુ કરવામાં આવે છે. 1 એપ્રિલ, 2024 થી ઓટો સેક્ટરમાં ટોલ ટેક્સ અને કારની કિમંતો સહિત થયા મોટા બદલાવ ઘણા મોટા ફેરફારો થયા છે. આ પ્રકારના ફેરફારો સામાન્ય જનતા પર અસર કરશે.

કારની કિમંતોમાં થયો વધારો
ઘણી કંપનીઓએ પોતાની કારની કિંમતોમાં વધારો કર્યો છે અને નેશનલ હાઈવે અને એક્સપ્રેસ વે પર ટોલ ટેક્સમાં વધારો કર્યા બાદ મુસાફરી પણ મોંઘી થઈ ગઈ છે. નવા નાણાકીય વર્ષ (એપ્રિલ 1)ની શરૂઆતથી અન્ય કયા મહત્વના ફેરફારો થયા છે. ભારતીય બજારમાં ટોયોટા અને કિયા દ્વારા કાર, MPV અને SUV ઘણા સેગમેન્ટમાં ઓફર કરવામાં આવે છે. કંપનીએ પહેલા જ માહિતી આપી હતી કે 1 એપ્રિલ 2024થી તમામ કારની કિંમતોમાં વધારો કરવામાં આવશે. આવી સ્થિતિમાં હવે આ બંને કંપનીઓની કાર ખરીદવી મોંઘી થઈ ગઈ છે. ટોયોટા અને કિયા સિવાય હોન્ડા કાર ખરીદવી પણ મોંઘી થઈ ગઈ છે, જોકે કંપની દ્વારા આ અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. ટાટાના કોમર્શિયલ વાહનોની ખરીદી પણ આજથી મોંઘી થઈ ગઈ છે.

ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન અપાશે
દેશમાં ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ફેમ-2 સબસિડી ઓફર કરવામાં આવી હતી. પરંતુ આ સબસિડી 31 માર્ચ 2024ના રોજ સમાપ્ત થઈ ગઈ હતી. ઉદ્યોગ મંત્રાલય દ્વારા માહિતી આપવામાં આવી હતી કે 500 કરોડ રૂપિયાની ઇલેક્ટ્રિક મોબિલિટી પ્રમોશન સ્કીમ (EMPS) 1 એપ્રિલ, 2024 થી શરૂ કરવામાં આવશે. જે અંતર્ગત ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલરની ખરીદીને પ્રોત્સાહન આપવામાં આવશે. હવે 1 એપ્રિલ, 2014થી ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર પર 10,000 રૂપિયા પ્રતિ kWhને બદલે 5,000 રૂપિયા પ્રતિ kWhની સબસિડી આપવામાં આવશે. આ સિવાય આ ડિસ્કાઉન્ટ મહત્તમ 10 હજાર રૂપિયા સુધીનું હશે. સરકારની આ યોજનાનો ઉદ્દેશ્ય 372215 ઈલેક્ટ્રિક વાહનોને સપોર્ટ કરવાનો છે.

ટોલટેક્સમાં વધારો
દેશમાં મોટી સંખ્યામાં નેશનલ હાઈવે અને એક્સપ્રેસ વે શરૂ કરવામાં આવ્યા છે. જેના કારણે એક શહેરથી બીજા શહેરમાં જવા માટે ઘણો ઓછો સમય લાગે છે. આ નેશનલ હાઈવે અને એક્સપ્રેસ વે પર કાર પાસેથી ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે. પરંતુ 1 એપ્રિલથી દેશમાં ઘણી જગ્યાએ ટોલ ટેક્સની કિમંતોમાં વધારો કરાયો છે. જે બાદ હવે તમારી કારમાં નેશનલ હાઈવે અને એક્સપ્રેસ વે પર મુસાફરી કરવી મોંઘી થઈ ગઈ છે.

ફાસ્ટેગના નિયમોમાં બદલાવ
નેશનલ હાઈવે અને એક્સપ્રેસ વે પર મુસાફરી કરતી વખતે ટોલ ટેક્સ ભરવો પડે છે. ફાસ્ટેગ દ્વારા ટોલ ટેક્સ લેવામાં આવે છે. 1 એપ્રિલ 2024થી ફાસ્ટેગના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. 31 માર્ચ 2024 સુધીમાં ફાસ્ટેગનું બેંક કેવાયસી કરવું જરૂરી હતું. પરંતુ જેમણે હજુ સુધી KYC નથી કર્યું તેમને ટોલ ટેક્સ ભરવામાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. ઘણા કિસ્સાઓમાં ફાસ્ટેગને બ્લેકલિસ્ટ પણ કરવામાં આવી શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદ 147મી રથયાત્રાનો ડ્રો કરાયો, જાણો કોણ ભરશે ભગવાનનું મામેરું

આ પણ વાંચો:સુરતમાં તિરૂપતિ એપાર્ટમેન્ટ ખાલી કરાવવા નોટિસ પાઠવવામાં આવી

આ પણ વાંચો:SHE ટીમે ગુમ મહિલાને શોધી પરિવાર સાથે મેળાપ કરાવ્યો