@દિવ્યેશ પરમાર
Surat News: સુરતના મજૂરગેટ વિસ્તારમાં આવેલ ખૂબ જુના તિરુપતિ એપાર્ટમેન્ટને ખાલી કરવાની નોટિસ પાઠવવામાં આવી છે. તિરુપતિ એપાર્ટમેન્ટમાં 38 પરિવાર વસવાટ છે. મેટ્રોનું કામ ચાલુ છે અને આ બાંધકામ ખૂબ જર્જરિત થઈ ગયું છે. જેનો સ્ટેબિલિટી રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો છે. કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલાજ બિલ્ડીંગ ખાલી કરવા નોટિસ આપવામાં આવી છે.
સુરતના મજુરાગેટ વિસ્તારમાં મેટ્રોના કામ કાજ ને અડીને આવેલા તિરૂપતિ એપાર્ટમેન્ટ ને ખાલી કરવાની નોટિસ આપવામાં આવી હતી …વર્ષો જુના આ તિરુપતિ એપાર્ટમેન્ટની સ્ટેબિલી રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો છે.. છેલ્લા ઘણા સમયથી જર્જરિત એવા તિરુપતિ એપાર્ટમેન્ટના કોલમમાં તિરાડો પડી ગઈ છે ..આ તિરાડો ખૂબ જ જોખમી છે જેથી તિરુપતિ એપાર્ટમેન્ટ ખાલી કરવા માટે નોટિસ પાઠવવામાં આવી છે ..મહત્વનું કહી શકાય કે સુરતના મજુરા ગેટ પર મેટ્રોની કામગીરીને પગલે ત્રણ બિલ્ડીંગોનો સર્વે કરવામાં આવી રહ્યો છે.. જેમાં તિરુપતિ એપાર્ટમેન્ટ નું રીપેરીંગ પણ શક્ય થાય તેમ નથી જેથી સ્થળ તપાસ દરમિયાન અનેક ચિંતાજનક સ્થિતિ ધ્યાનમાં આવી હતી ..હાલ આ વિસ્તારમાં એપાર્ટમેન્ટની બાજુમાં મેટ્રોની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે ..જેમાં પાઈલ નાખવાની કામગીરીમાં જોખમ સર્જાઈ શકે તે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે અત્યારે જોવા જઈએ તો આ બિલ્ડીંગ માં 38 જેટલા પરિવારો વસવાટ કરે છે પરંતુ આ બિલ્ડિંગ રહેવા માટે પણ સુરક્ષિત નથી જેથી આ બિલ્ડિંગ ખાલી કરવા માટે નોટિસ પાઠવાતા રહીશો ચિંતામાં મુકાયા છે..કારણ કે ખુબજ જૂનું આ બિલ્ડીંગ જર્જરિત થઈ ગયું છે..જેમાં અત્યારે પણ 38 જેટલા પરિવારો વસવાટ કરતા હતા.જોકે આ બિલ્ડીંગ રહેવા લાયક પણ નથી..કેમ કે આ દરમ્યાન કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેમ છે .જેથી તાત્કાલિક આ બિલ્ડીંગ ખાલી કરવા નોટિસ આપવામાં આવી છે.
આ પણ વાંચો:“સર નશામાં હતા…” મહિલા ફૂટબોલ ટીમની ખેલાડીની સાથે AIFF અધિકારી દ્વારા હોટલમાં કથિત રીતે માર પીટ