Not Set/ ધારી દલખાણીયા રેંજમાં સિંહોના મોતનો મામલો, સિંહોના મોતને લઇને ધારી બંધ

અમરેલી, અમરેલી જિલ્લાનું ધારી શહેર ૨૩ સિંહોના મોતને લઇન મામલો ગરમાયો છે. આ મામલે ત્યાના રહીસોએ વિરોધ કરીને બંધ પાળીને  પોતાનો રોષ ઠાલવ્યો હતો. દલખાણીયા રેન્જમાં ઇન્ફેકસન, વાયરસ સહિતનાં આકસ્મીક રીતે ૨3 સિંહો મોતને ભેટયા અને આજુબાજુનાં પણ ૩૦ જેટલા સિંહોને રેસ્કયુ કરી ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. અમેરિકાથી વેકસીન અકિલા મંગાવવામાં આવી છે. ધારી […]

Top Stories Gujarat Others Videos
mantavya 201 ધારી દલખાણીયા રેંજમાં સિંહોના મોતનો મામલો, સિંહોના મોતને લઇને ધારી બંધ

અમરેલી,

અમરેલી જિલ્લાનું ધારી શહેર ૨૩ સિંહોના મોતને લઇન મામલો ગરમાયો છે. આ મામલે ત્યાના રહીસોએ વિરોધ કરીને બંધ પાળીને  પોતાનો રોષ ઠાલવ્યો હતો.

દલખાણીયા રેન્જમાં ઇન્ફેકસન, વાયરસ સહિતનાં આકસ્મીક રીતે ૨3 સિંહો મોતને ભેટયા અને આજુબાજુનાં પણ ૩૦ જેટલા સિંહોને રેસ્કયુ કરી ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે.

અમેરિકાથી વેકસીન અકિલા મંગાવવામાં આવી છે. ધારી ગીરના જંગલમાં આટલા સિંહોના મોત એક સાથે કયારેય થયા નથી. ટપોટપ સિંહોના મોતથી ધારી સહિતના ગીરકાંઠાના ગામો તથા સમગ્ર રાજયનાં લોકો ભારે દુઃખી થયા છે.

હજુ પણ સિંહો પર મોતનો ખતરો મંડરાઇ રહયો છે. ત્યારે આ મામલે ધારીની સમાજ એવી સંસ્થા બજરંગ ગૃપ દ્વારા યોગીજી ચોક ખાતે જાહેરમાં બોર્ડ લગાવી ગામ બંધનું એલાન આપી સાથો સાથ પ્રતિક ઉપવાસ પણ કરવામાં આવશે તેમ જણાવ્યું છે.