Not Set/ ભારત માતાની જય બોલવું આ સ્કુલના વિદ્યાર્થીઓને પડ્યું ભારે

ભારત દેશમાં ભારત માતાની જય બોલાવવા બદલ સ્કુલના વિદ્યાર્થીઓને મુશ્કેલીમાં મૂકી દીધા છે. ઉત્તર પ્રદેશમાં બલિયાની ગાંધી મોહમ્મદ અલી મેમોરિયલ ઇન્ટર કોલેજમાં  વંદે માતરમ અને ભારત માતાની જય બોલવા પર ઘણા વિદ્યાર્થીઓને તેની ભારે કિંમત ચૂકવવી પડી હતી. આ સ્કુલમાં સવારે પ્રાર્થના સભા બાદ કેટલાક વિદ્યાર્થીઓએ ભારત માતાની જય બોલાવી હતી. જે વિદ્યાર્થીઓએ આ જયકાર […]

India Trending
rbsmJUjdjdfde ભારત માતાની જય બોલવું આ સ્કુલના વિદ્યાર્થીઓને પડ્યું ભારે

ભારત દેશમાં ભારત માતાની જય બોલાવવા બદલ સ્કુલના વિદ્યાર્થીઓને મુશ્કેલીમાં મૂકી દીધા છે. ઉત્તર પ્રદેશમાં બલિયાની ગાંધી મોહમ્મદ અલી મેમોરિયલ ઇન્ટર કોલેજમાં  વંદે માતરમ અને ભારત માતાની જય બોલવા પર ઘણા વિદ્યાર્થીઓને તેની ભારે કિંમત ચૂકવવી પડી હતી. આ સ્કુલમાં સવારે પ્રાર્થના સભા બાદ કેટલાક વિદ્યાર્થીઓએ ભારત માતાની જય બોલાવી હતી. જે વિદ્યાર્થીઓએ આ જયકાર બોલાવી હતી તેમની પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં ૪ વિદ્યાર્થીઓ ઘાયલ થઇ ગયા હતા.

આ મામલે પોલીસ અધ્યક્ષ વિજય પાલ સિંહે જણાવ્યું હતું કે આ ઘટના પર ૧૨માં ધોરણના વિદ્યાર્થી અનુજ નારાયણની ફરિયાદ નોંધી છે.

અનુજે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે સોમવારે ભારતની જય બોલાવ્યા બાદ  જયારે તેઓ બીજા ત્રણ મિત્રો સાથે સ્કુલની બહાર  જઈ રહ્યા હતા ત્યારે ૨૦થી ૨૫ લોકોએ તેમને ઘેરી લીધા હતા અને લાકડી અને ચપ્પુ જેવા હથિયારથી હુમલો કરવા લાગ્યા. આ હુમલામાં ૪ વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા.

એએસપી વિજય પાલ સિંહ કહ્યું હતું કે પોલીસ આ સમગ્ર મામલે હાલ તપાસ કરી રહી છે.