Not Set/ વૈષ્ણોદેવી નજીક ઉમીયા માતાજીનુ બનશે મંદિર, 1 હજાર કરોડના ખર્ચે તૈયાર થશે મંદિર

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્રારા સમાજ નિર્માણના દઢ સંકલ્પ સાથે વૈષ્ણોદેવી નજીક 100 વિધામાં 1 હજાર કરોડના ખર્ચે જાયન્ટ મંદિર બનાવામાં આવશે. ઉમિયામાના દિવ્યરથનુ પ્રસ્થાન પહેલા નોરતાથી ઉંઝા ધામથી કરવામાં આવશે. આ રથ ઉતર ગુજરાત, સૌરાષ્ટ, દક્ષિણ ગુજરાત એમ ભારતભરમાં પરિભ્રમણ કરશે. સાથે જ વ્યસન મુક્તિ અને બેટી બચાવો બેટી પઢાવોના સંદેશાનો સમાવેશ કરવામાં આવશે. સ્વસ્થ […]

Ahmedabad Top Stories Gujarat
umiya dham3 વૈષ્ણોદેવી નજીક ઉમીયા માતાજીનુ બનશે મંદિર, 1 હજાર કરોડના ખર્ચે તૈયાર થશે મંદિર

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્રારા સમાજ નિર્માણના દઢ સંકલ્પ સાથે વૈષ્ણોદેવી નજીક 100 વિધામાં 1 હજાર કરોડના ખર્ચે જાયન્ટ મંદિર બનાવામાં આવશે. ઉમિયામાના દિવ્યરથનુ પ્રસ્થાન પહેલા નોરતાથી ઉંઝા ધામથી કરવામાં આવશે. આ રથ ઉતર ગુજરાત, સૌરાષ્ટ, દક્ષિણ ગુજરાત એમ ભારતભરમાં પરિભ્રમણ કરશે. સાથે જ વ્યસન મુક્તિ અને બેટી બચાવો બેટી પઢાવોના સંદેશાનો સમાવેશ કરવામાં આવશે.

Master 11 e1539071284624 વૈષ્ણોદેવી નજીક ઉમીયા માતાજીનુ બનશે મંદિર, 1 હજાર કરોડના ખર્ચે તૈયાર થશે મંદિર

સ્વસ્થ અને શિક્ષિત સમાજ થકી રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી થવા માટે માં ઉમિયાના દિવ્યરથનું અમદાવાદથી પ્રસ્થાન થશે અને સમગ્ર વિશ્વમાં પરિભ્રમણ થશે. આ યાત્રા ઉમિયા માતાજી મંદિર, ઊંઝાથી તા. 10/10/2018 ના રોજ સવારે 8 કલાકે દિવ્યરથમાં માં ઉમિયાની મૂર્તિનું સ્થાપન સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિથી કરી સવારે 11 કલાકે અમદવાદ આવવા પ્રસ્થાન કરાશે. જ્યાં રસ્તામાં ઉનાવા મુકામે દિવ્યરથનું સ્વાગત કરવામાં આવશે. ત્યાંથી બપોરે 2 કલાકે મહેસાણા પહોંચશે, જ્યાં રથનો સ્વાગત સમારોહનું આયોજન કરવામાં આવેલ છે.

Master 12 e1539071320757 વૈષ્ણોદેવી નજીક ઉમીયા માતાજીનુ બનશે મંદિર, 1 હજાર કરોડના ખર્ચે તૈયાર થશે મંદિર

તા. 15/10/2018 સોમવારે સવારે 9 કલાકે વિશ્વ ઉમિયાધામ, જાસપુર, અમદાવાદથી ચેનપુર, ન્યુ રાણીપ, રાણીપ, ચાંદલોડિયા, ગોતા,સાયન્સ સિટી-સોલા, ભાડજ, થલતેજ આંબલી, ઘુમા, બોપલ, બોડકદેવ, જોધપુર, પ્રહલાદનગર, વેજલપુર, વાસણા, વાડજ-નવા વાડજ,  ઉસ્માનપુરા,સાબરમતી, ડી-કેબીન, મોટેરા, ન્યુ સી.જી. રોડ, વગેરે વિસ્તારમાં આ દિવ્યરથ પરિભ્રમણ કરશે, ત્યારબાદ પૂર્વ વિસ્તારમાં પ્રસ્થાન કરશે. અમદાવાદથી ઉત્તર ગુજરાત થઈને સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતથી દક્ષિણ ગુજરાતમાં ફરી, ભારતભરમાં આ દિવ્યરથ પરિભ્રમણ કરશે.