Collection of Vintage Cars: વડોદરા ખાતે આવતીકાલથી હેરિટેજ કારનો એશિયાનો સૌથી મોટો કાર શો વડોદરામાં યોજાઈ રહ્યો છે. આ શો અંતર્ગત આજે સવારે લક્ષ્મીવિલાસ પેલેસથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી વિન્ટેજ કાર રેલી યોજાઈ હતી. આ હેરિટેજ કાર રેલીમાં 105 વર્ષ જૂની 1917ની ફોર્ડ કાર સહિતની 75 જેટલી કારનો સમાવેશ થાય છે. 21 ગન સેલ્યૂટ હેરિટેજ એન્ડ કલ્ચર ટ્રસ્ટ દ્વારા લક્ષ્મીવિલાસ પેલેસ અને ગુજરાતના પર્યટન વિભાગના સહયોગથી આયોજિત આ હેરિટેજ કાર રેલીમાં હેરિટેજ કારના શોખીનો રેલીમાં જોડાયા હતા.
આ રેલી કેવડિયા ખાતે 11 કલાકે પહોંચીને બે કલાકના રોકાણ બાદ બપોરે એક વાગ્યાના સુમારે પરત ફરી હતી, ત્યારે તમામ કાર સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરેડ ગ્રાઉન્ડ ખાતે તમામ કારનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું જેને જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ ઉમટ્યા હતા અને પ્રવાસીઓએ કાર સાથે ફોટા પણ પડાવ્યા હતા.

આ પ્રદર્શનમાં 1948ની બેન્ટલી માર્ક VI ડ્રોપહેડ કૂપ, 1932ની લોન્સિયા અસ્ટુરા પિનિનફેરિના, 1930ની કેડિલેક વી-16, 1928ની ગાર્ડનર વગેરે કાર જોવા મળી હતી, ત્યારે વિન્ટર કાર લઈ આવેલ કાર ચાલકોએ નિવેદન આપ્યું હતું કે, આ જૂની કાર છે જેમને પોતાના દીકરાની જેમ સાચવી રહ્યા છે. આ કારને અમે ઘરના એક સદસ્ય તરીકે રાખીએ છીએ કેટલાકે તો પોતાના જીવનમાં લગ્નથી માંડી પોતાના બાળકો પણ આજ કારમાં ફરી રહ્યા છે.
આ પણ વાંચો: Wintage car exhibition/સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં વિન્ટેજ કારનો જમાવડો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર
આ પણ વાંચો: હલ્દવાની/ઉત્તરાખંડના હલ્દવાનીમાં 50 હજાર લોકોને સુપ્રીમ કોર્ટે આપી મોટી રાહત, રેલવેની જમીનમાંથી હમણાં દબાણ નહીં હટે
આ પણ વાંચો: સભા/સરધારના પૂજ્ય નિત્યસ્વરૂપદાસ સ્વામીની 1000મી ઘર સભા આફ્રિકામાં પરિપૂર્ણ
