Breaking News:અમદાવાદના વેજલપુરની ઝાયડસ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. તેમજ આ સિવાય હરિ નગરમાં મહારાજા અગ્રસેન સ્કૂલ સહિત અનેક અગ્રણી શાળાઓને બોમ્બ બ્લાસ્ટની ધમકી આપતા ઇમેઇલ મળ્યા છે. બોમ્બ ધમકીઓ બાદ, શાળાઓએ વિદ્યાર્થીઓને ઘરે મોકલી દીધા છે. વાલીઓને તાત્કાલિક મેસેજ દ્વારા જાણ કરવામાં આવી હતી અને તેમના બાળકોને લઈ જવા માટે કહેવામાં આવ્યું હતું. આ શાળાઓમાં (Schools) પોલીસ, ફાયર અને બોમ્બ ડિસ્પોઝલ ટીમો મોકલવામાં આવી છે. દરમિયાન, આ બધી શાળાઓના વહીવટીતંત્રમાં ચિંતાનું વાતાવરણ છે. આ સમાચારથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ગભરાટ ફેલાયો છે.
આપને જણાવી દઈએ અમદાવાદમા કુલ 10 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે
ઝેબર સ્કૂલ,થલતેજ
મહારાજા અગ્રસેન સ્કૂલ,ગુરુકુળ રોડ,
DAV ઈન્ટરનેશલ,મકરબા
નિર્માણ સ્કૂલ,વસ્ત્રાપુર
ઝાયડસ સ્કૂલ,વેજલપુર
ડિવાઇન સ્કૂલ,અડાલજ,
આવિષ્કાર સ્કૂલ, કલોલ
જેમ્સ એન્ડ જેમિસન,ખોરજ-ખોડિયાર
આ સ્કૂલને ધમકીભર્યો ઇમેઇલ મળ્યો છે.વેજલપુરની ઝાયડસ સ્કૂલમાં (Zydus School) પોલીસ અને ફાયર ટીમો પહોંચી ગઈ છે, અને એક એમ્બ્યુલન્સ પણ બોલાવવામાં આવી છે. ચાર ફાયર એન્જિન અને ચાર રેસ્ક્યુ વાન શાળામાં પહોંચી ગઈ છે. બધા વિદ્યાર્થીઓને (Students) શાળામાંથી ઘરે મોકલી દેવામાં આવ્યા છે . શાળા તરફ જતો રસ્તો 50 મીટરના અંતરેથી જાહેર જનતા માટે બંધ કરી દેવામાં આવ્યો છે.

પ્રારંભિક માહિતી અનુસાર, શહેરની ઘણી જાણીતી શાળાઓને બોમ્બ ધમકીઓ મળી છે. ધમકીઓમાં જણાવાયું છે કે આજે બપોરે 1:30 વાગ્યે બોમ્બ વિસ્ફોટ થવાનો હતો.આ માહિતી મળતાં, પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ફાયર ટીમો શાળાઓમાં દોડી ગઈ છે. આ સ્થળોએ એમ્બ્યુલન્સ પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
આ પણ વાંચો:અમદાવાદમાં IPL ફાઇનલ દરમિયાન એક સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
આ પણ વાંચો:વડોદરામાં નવરચના સ્કૂલને ફરી મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
આ પણ વાંચો:સુરત સહિત દેશભરની 159 શાળાઓને બોમ્બની ધમકી, વેસુ અને પીપલોદની શાળાઓમાં ભય
