વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આમંત્રિત સભ્ય તરીકે જાપાનના હિરોશિમામાં ચાલી રહેલી G-7 સમિટમાં ભાગ લેવા પહોંચ્યા છે. આ દરમિયાન પીએમ મોદીએ હિરોશિમામાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું પણ અનાવરણ કર્યું હતું. જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા સાથે દ્વિપક્ષીય વાટાઘાટો પણ કરી. વિશ્વના નકશા પર પોતાનું આગવું સ્થાન કોતરનાર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર G-7 દેશો સહિત સમગ્ર વિશ્વની નજર છે. જાપાનમાં વડાપ્રધાન શું બોલશે અને તેમનો કાર્યક્રમ શું છે તેના પર સૌની નજર છે. હિરોશિમામાં વડાપ્રધાને મહાત્માની પ્રતિમાના અનાવરણને એક લહાવો ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે જ્યારે વિશ્વ આતંક અને જળવાયુ પરિવર્તનના જોખમનો સામનો કરી રહ્યું છે ત્યારે તે ગાંધી પાસેથી પ્રકૃતિ પ્રત્યે સમર્પણ શીખી શકે છે.
વડાપ્રધાને કહ્યું કે બુદ્ધ અને ગાંધીએ વિશ્વને શાંતિનો સંદેશ આપ્યો હતો. હિરોશિમામાં ગાંધીજીની આ પ્રતિમા સમગ્ર વિશ્વને સંદેશ આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી G-7 દેશોની સમિટમાં અતિથિ તરીકે હાજરી આપવા માટે હિરોશિમામાં છે. પીએમ મોદીનો આજનો કાર્યક્રમ ખૂબ જ વ્યસ્ત છે અને તેની શરૂઆત થઈ ચૂકી છે. તેમણે આજના દિવસની શરૂઆત જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદા સાથેની મુલાકાત સાથે કરી હતી. જે બાદ પીએમ મોદીએ હિરોશિમામાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ અવસર પર પીએમ મોદીએ કહ્યું કે હિરોશિમાની ધરતી પર મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કરવું તે તેમનું સૌભાગ્ય છે. તેમણે યાદ અપાવ્યું કે વિશ્વ આજે જે રીતે આતંકવાદ અને જળવાયુ પરિવર્તનના સંકટ સામે ઝઝૂમી રહ્યું છે, આ સંજોગોમાં ગાંધીજીના ઉપદેશો પ્રકૃતિ પ્રત્યે સમર્પણની સાથે શાંતિનો સંદેશ આપે છે.
G-7 માટે જાપાનના પીએમને અભિનંદન
પીએમ મોદી અને ફુમિયા કિશિદા આજે વહેલી સવારે હિરોશિમામાં મળ્યા હતા. આ દરમિયાન ભારત અને જાપાન વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઈ. વડાપ્રધાન મોદીએ જાપાનના પીએમ ફુમિયો કિશિદાને G-7ના આયોજન માટે અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે લોકો કિશિદાની ભારત મુલાકાતને યાદ કરે છે. પીએમ મોદીએ જાપાનના પીએમની ભારત મુલાકાતને યાદગાર ગણાવી હતી. ભારતના પ્રવાસ દરમિયાન ફ્યુમિયો કિશિદા પોતાની સાથે બોધિ વૃક્ષને જાપાન લઈ ગયા હતા, જે જાપાનમાં લગાવવામાં આવ્યું છે.પીએમ મોદીએ કહ્યું કે ભારતીય લોકો આના કારણે ગર્વ અનુભવે છે. વડાપ્રધાને કહ્યું કે ભારત-જાપાન દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત બનશે. હિરોશિમા દુર્ઘટનાને પણ યાદ કરીને કહ્યું કે તેનું નામ સાંભળતા જ દુનિયા કંપી જાય છે. હિરોશિમામાં યોજાનારી G-7 સમિટમાં ભાગ લેવા માટે યુએસ પ્રમુખ જો બિડેન, ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન, જર્મનીના ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ, બ્રિટનના પીએમ ઋષિ સુનક અને ઓસ્ટ્રેલિયાના પીએમ અલ્બેનીઝ જેવી વિશ્વની મોટી હસ્તીઓ હાજર છે.
આ પણ વાંચોઃ PM Modi-Global Leader/ ગ્લોબલ લીડર એપ્રુવલમાં પીએમ મોદી ફરીથી ટોચ પર, અન્ય નેતાઓ ઘણા પાછળ
આ પણ વાંચોઃ પ્રહાર/ વિપક્ષી એકતામાં તિરાડ ? KCRએ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર,જાણો શું કહ્યું….
આ પણ વાંચોઃ IPL 2023/ રાજસ્થાન રોયલ્સે પંજાબ કિંગ્સને 4 વિકેટે હરાવ્યું
