વિવિધ માંગણીઓને લઈને આમરણાંત ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલના સમર્થનમાં રાજ્યના અલગ-અલગ શહેરોના લોકો એક દિવસના પ્રતીક ઉપવાસ કરી રહ્યા છે. કેશોદના મેસવાણ ગામમાં પણ એક દિવસના પ્રતીક ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રતીક ઉપવાસમાં મોટી સંખ્યામાં ગામના લોકો તેમજ પાટીદાર સમાજના લોકો, હાર્દિકના જનસમર્થન માટે હાજર રહ્યા હતા. ઉપવાસ દરમિયાન મોટી સંખ્યામાં એકઠા થયેલા લોકોએ હાર્દિકની તબિયત માં સુધારો થાય, એ માટે પ્રાર્થના કરી હતી. તેમજ આગામી સમયમાં આંદોલન વધારે તેજ બનાવવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.
જણાવી દઈએ કે ગુરુવારે હાર્દિક પટેલના ઉપવાસનો 13મોં દિવસ છે. આજે તેની તબિયત વધારે નાજુક થઇ ગઈ છે. નાદુરસ્ત તબિયતના કારણે તેણે ઉપવાસ છાવણી સુધી પહોંચવા માટે વ્હિલચેરનો સહારો લેવો પડ્યો હતો.
