Ahmedabad News : અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં એક કેદીએ આત્મહત્યા (Suicide) કર્યાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. મૃતક કેદીનું નામ નિશાનસિંહ રઘબીરસિંહ કેદારસિંહ લોહાર હોવાનું જાણવા મળ્યું છે.
જેલ પ્રશાસન તરફથી મળેલી માહિતી મુજબ, સવારે ૨.૫૬ વાગ્યે સાબરમતી જેલમાંથી આ ઘટનાની જાણ રાણીપ પોલીસ સ્ટેશનને કરવામાં આવી હતી. મૃતક કેદીએ પોતાની માથાની પાઘડી વડે લટકીને આત્મહત્યા (Suicideકરી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
આત્મહત્યા (Suicide)કરનારા કેદી પર સુરત રેલવે સ્ટેશનથી ગાંધીધામ જતી ટ્રેનમાં બેગ ચોરી કરવાનો આરોપ હતો. આ મામલે વિરમગામ રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. CCTV ફૂટેજ તપાસ દરમિયાન કેદી ચોરી કરતી વખતે દેખાયો હતો, જેના આધારે તેને ૮ જાન્યુઆરીએ ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યો હતો.
આરોપી મૂળ પંજાબનો રહેવાસી હતો અને તેને સાબરમતી જેલના કાચાકામના કેદીઓની બેરેકમાં રાખવામાં આવ્યો હતો. ઘટનાના સમયે તે શાંતિનિકેતન બેરેકના અંદરના ભાગે સૂતો હોવાનું જાણવા મળે છે.
આ બનાવ બાદ જેલ પ્રશાસન અને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. બેરેકમાં રહેલા આશરે 50 જેટલા કાચાકામના આરોપીઓની પૂછપરછ કરવામાં આવશે. સમગ્ર મામલે રાણીપ પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે.
